રિષભ પંતને પડ્યા પર પાટુ...IPLમાં સતત ખરાબ પ્રદર્શન બાદ હવે BCCIએ આપી મોટી સજા, દિગ્વેશને પણ લપેટામાં લીધો

Rishabh Pant : લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત અને સ્પિન બોલર દિગ્વેશ રાઠીને BCCI દ્વારા મોટી સજા આપવામાં આવી છે. રિષભ પંત માટે આ પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે, કારણ કે IPLની આ સિઝનમાં પંતનું પ્રદર્શન ખૂબ જ નિરાશજનક રહ્યું છે, ત્યારે હવે BCCIએ તેના સામે કાર્યવાહી કરી છે. 

રિષભ પંતને પડ્યા પર પાટુ...IPLમાં સતત ખરાબ પ્રદર્શન બાદ હવે BCCIએ  આપી મોટી સજા, દિગ્વેશને પણ લપેટામાં લીધો

Rishabh Pant : મુંબઈ ઈન્ડિયન્સનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે 12 રને પરાજય થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 203 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 191 રન જ બનાવી શકી હતી. લખનૌની ટીમે મેચ જીતી હોવા છતાં IPL સમિતિએ તેના બે ખેલાડીઓ પર દંડ ફટકાર્યો છે.

લખનઉના ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો 

લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતને શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે IPL મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોઈપણ બોલિંગ ટીમ માટે 20 ઓવર પૂરી કરવાનો નિર્ધારિત સમય 90 મિનિટ છે. લખનૌની ટીમ નિર્ધારિત સમય કરતાં એક ઓવર પાછળ ચાલી રહી હતી. આ કારણે તેને છેલ્લી ઓવરમાં એક ફિલ્ડરને 30 યાર્ડની બહાર રાખવાની ફરજ પડી હતી.

પંત અને ​​દિગ્વેશને ફટકાર્યો દંડ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, 'ધીમા ઓવર રેટને લગતી IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.22 હેઠળ સીઝનનો આ તેની ટીમનો પ્રથમ ગુનો હતો, તેથી રિષભ પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.' આ દરમિયાન લખનૌના સ્પિનર ​​દિગ્વેશ રાઠીને IPL કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1નું ઉલ્લંઘન કરવા બદલ સતત બીજી વખત તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સ સામે સૌથી વધુ વિકેટ લીધા બાદ સેલિબ્રેશન કરવા માટે રાઠીએ તેની અડધી મેચ ફી પણ ચૂકવવી પડી હતી. મુંબઈના બેટ્સમેન નમન ધીરને આઉટ કર્યા બાદ તેણે ફરીથી નોટબુક સેલિબ્રેશન કર્યું હતું. જેના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો. BCCI અનુસાર, 'આ સિઝનમાં આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ આ તેનો બીજો ગુનો હતો અને આ માટે તેના ખાતામાં વધુ એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. આ રીતે હવે તેના નામે બે ડીમેરિટ પોઈન્ટ્સ જમા થઈ ગયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news