ઓવલમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ! જયસ્વાલ સામે સ્પિનર લાવવામાં ડર્યો ઇંગ્લિશ કેપ્ટન, અમ્પાયર સામે બોલ્યો 'જૂઠું', Video
IND vs ENG 5th Test : ઓવલ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો, ઇંગ્લેન્ડનો કેપ્ટન ઓલી પોપ ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સામે સ્પિનર લાવવાથી ડરી ગયો હતો. જાણો શું છે સમગ્ર મામલો.
Trending Photos
IND vs ENG 5th Test : લંડનના 'ધ ઓવલ' મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પાંચમી ટેસ્ટ રસપ્રદ બની ગઈ છે. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા, ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમ 247 રનની થોડી લીડ સાથે ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે.
બીજા દિવસે એટલે કે 1 ઓગસ્ટે અમ્પાયરોએ લો લાઈટનો હવાલો આપીને રમત અટકાવી હતી. રમતના અંત પહેલા લગભગ 15 મિનિટ પહેલા ઓલી પોપ અને અમ્પાયર કુમાર ધર્મસેના વચ્ચે વાતચીત થઈ હતી. લાઇટ મીટર બહાર કાઢવામાં આવ્યા હતું, જ્યાં પ્રકાશ ઓછો જોવા મળ્યો હતો. આના પર અમ્પાયરોએ તેને ફક્ત સ્પિન બોલિંગનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ તેણે ના પાડી દીધી હતી. સમય ઓવરટાઇમ હોવાથી દિવસ પુરો જાહેર કરવામાં આવ્યો હતો.
જયસ્વાલ સામે સ્પિનર લાવવામાં ડર્યો ઇંગ્લિશ કેપ્ટન
યશસ્વી જયસ્વાલ જે રીતે રમી રહ્યો હતો. આવી સ્થિતિમાં પોપ યશસ્વી જયસ્વાલ સામે પેસ આક્રમણ લાવવા માંગતો હતો. તે સ્પિનરો લાવવાથી ડરતો હતો. જ્યારે ઈંગ્લેન્ડ ટીમમાં, જો રૂટ, હેરી બ્રુક અને જેકબ બેથેલ સ્પિન બોલિંગના વિકલ્પો હતા. પોપને સારી રીતે ખબર હતી કે જો યશસ્વી સામે કોઈ સ્પિનર આવે તો તે ચોક્કસપણે તેની સામે તક લેશે, ભલે બોલ આકાશ દીપના સ્લોટમાં આવે, તો પણ તે કદાચ રમવાનું ચૂકશે નહીં, આવી સ્થિતિમાં પોપે પોતાની ટીમ માટે મેદાન છોડી દેવાનું શ્રેષ્ઠ માન્યું.
All that happened in the lead-up to stumps... 🗣 #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/rfbwSORq6g
— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2025
ઇંગ્લિશ કેપ્ટન ઓલી પોપ અમ્પાયરો સામે 'જૂઠું' બોલ્યો ?
જ્યારે ધર્મસેનાએ તેમને કહ્યું કે તમે ફક્ત સ્પિનરોને બોલિંગ કરાવી શકો છો નહીંતર આજની રમત સમાપ્ત માનવામાં આવશે. તેથી પોપે સ્પિનરો લાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ઓલી પોપ આ દરમિયાન કહેતો સાંભળવા મળે છે કે અમારી પાસે સ્પિનરો નથી. જોકે, બાદમાં તેણે કહ્યું કે હું મજાક કરી રહ્યો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે