Beauty Tips: લિપસ્ટિક અને ટિંટેડ લિપ બામ વચ્ચે શું છે અંતર ? ખરીદતા પહેલા જાણી લો કયા સમયે શું લગાડવું ?

Beauty Tips: હોઠની સુંદરતા વધારે તેવા અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ માર્કેટમાં મળે છે. જેમાં હાલ તો યુવતીઓની પહેલી પસંદ છે ટિંટેડ લિપ બામ. પરંતુ ઘણા લોકોને ગેરસમજ હોય છે કે ટિંટેડ લિપ બામ અને લિપસ્ટિક એક જ વસ્તુ છે. પરંતુ આ બંને પ્રોડક્ટ અલગ અલગ હોય છે. આજે તમને જણાવીએ લિપસ્ટિક અને ટિંટેડ લિપ બામ વચ્ચે શું અંતર છે ?
 

Beauty Tips: લિપસ્ટિક અને ટિંટેડ લિપ બામ વચ્ચે શું છે અંતર ? ખરીદતા પહેલા જાણી લો કયા સમયે શું લગાડવું ?

Beauty Tips: આજકાલ ટિંટેડ લિપ બામનો ટ્રેન્ડ છે. ટિંટેડ લીપ બામ અને લિપસ્ટિક બંને હોઠની સુંદરતા વધારવા માટે અપ્લાય કરવામાં આવે છે. પરંતુ લિપસ્ટિક અને ટિંટેડ લીપ બામ અલગ અલગ વસ્તુઓ છે. ઘણા લોકોને ગેરસમજ હોય છે કે લિપસ્ટિક અને ટિંટેડ લિપમાં એક સમાન જ હોય છે અને તેનો ઉપયોગ પણ એક જ રીતે કરવાનો હોય છે. પરંતુ આ બંને વસ્તુનો ઉપયોગ અલગ અલગ સમયે થાય છે અને તેનાથી લુક પણ અલગ અલગ આવે છે. 

જેમ કે લિપસ્ટિક અલગ અલગ ફિનિશમાં આવે છે. લિપસ્ટિકમાં મેટ ફિનિશ, ક્રીમી ફિનિશ, ગ્લોસી ઓપ્શન મળે છે. લિપસ્ટિક એક કોસ્મેટિક પ્રોડક્ટ છે જે હોઠને બોલ્ડ લુક આપે છે અને વધારે ગ્લેમરસ બનાવે છે. લિપસ્ટીકનું પિગ્મેંટેશન હાઈ હોય છે અને તેનો રંગ હોઠ ઉપર કલાકો સુધી રહી શકે છે. જો કે કેટલીક લિપસ્ટિક હોઠને વધારે ડ્રાય કરે છે. 

ટિંટેડ લીપ બામ લાઈટ મોસ્ચ્યુરાઇઝિંગ ગુણ ધરાવે છે. તે હોઠને મોઈશ્ચર આપવા માટે બનેલા હોય છે. ટિંટેડ લિપ બામમાં લાઈટ કલરવાળા શેડ પણ મળે છે જે હોઠને લાઈટ કલર આપે છે. પરંતુ તે લિપસ્ટિકનો ઓપ્શન નથી કારણ કે ટિંટેડ લીપ બામનો કલર હોઠ પર લિપસ્ટિક જેટલો સ્ટ્રોંગલી દેખાતો નથી. ટિંટેડ લિપ બામ એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે જે વધારે મેકઅપ અપ્લાય કરતા નથી. લિપ બામ એવા લોકો પણ અપ્લાય કરી શકે છે જેમના હોઠ વધારે ડ્રાય રહેતા હોય અને જેઓ હોઠને મોઈશ્ચર સાથે લાઈટ કલર આપવા માંગતા હોય. 

ટિંટેડ લિપ બામમાં શિયા બટર, કોકો બટર, વિટામિન ઈ જેવા પોષક તત્વ હોય છે જે હોઠને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. જો તમે નિયમિત રીતે કોઈ વસ્તુ અપ્લાય કરવા માંગો છો તો લિપસ્ટિકના બદલે ટિંટેડ લિપ બામનો ઉપયોગ કરવો જોઈએ. ટિંટેડ લિપ બામ રોજ અપલાય કરવાથી હોઠને નુકસાન પણ નહીં થાય.

જો કોઈ ખાસ અવસર કે પાર્ટી માટે મેકઅપ અપ્લાય કર્યો હોય ત્યારે લુકને બોલ્ડ અને ડીફાઈન કરવા માટે લિપસ્ટિક અપ્લાય કરવી જોઈએ. હેવી મેકઅપ સાથે ટિંટેડ લિપ બામ અપ્લાય કરવું ફેશન બ્લન્ડર સાબિત થશે. મેકઅપ સાથે હંમેશા લિપસ્ટિક જ પસંદ કરવી જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news