Chhota Udepur News: આ ઘટના વાંચીને રૂવાટાં ઉભા થઈ જશે! લોહિના ખાબોચ્યા ભરાયા! જમીનના ઝઘડામાં લોહિયાળ જંગ
Chhota Udepur Crime News: જર, જમીન અને જોરૂ, કજિયાના છોરું. આ કહેવતને સાચી ઠેરવતી એક હૃદયદ્રાવક ઘટના છોટા ઉદેપુરમાંથી સામે આવી છે, જ્યાં જમીનના ભાગને લઈને બે સાવકા ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડાએ ખૂની અંજામ લીધો છે. જમીનના ઝઘડામાં મોટા ભાઈએ પોતાના નાના ભાઈની પાળિયા વડે નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
Trending Photos
Chhota Udepur News: છોટાઉદેપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં જમીનના ભાગને લઈને બે સાવકા ભાઈઓ વચ્ચે થયેલા ઝગડાએ ખૂની અંજામ લીધો. મોટા ભાઈએ પોતાના નાના ભાઈની પાળિયા વડે નિર્મમ હત્યા કરી નાખી. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
છોટાઉદેપુરના ડિસ્ટલી ફળિયામાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં સાવકા ભાઈઓ વચ્ચે ખૂટલીયા ખાતે આવેલી જમીનના ભાગને છેલ્લા 10 વર્ષ થી ઝઘડો ચાલતો હતો જેની અદાવતે ગંભીર સ્વરૂપ લીધું. આરોપી જીવન રાઠવા અને મૃતક દિનેશ રાઠવા બંને સાવકા ભાઈ વચ્ચે આ મુદ્દે ગઈકાલે ઉગ્ર બોલાચાલી થઈ. ઝગડો ઝપા ઝપી થતા જીવને રાઠવાએ દિનેશ રાઠવાને ધક્કો મારતા દિનેશ ખાટલામાં ઢળી પડ્યો ઝઘડો એટલો વધ્યો કે જીવન રાઠવાએ ગુસ્સામાં આવીને પાળિયા વડે દિનેશના મોઢા અને ગળાના ભાગે અનેક ઘા મારી દીધા, જેના કારણે દિનેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
હત્યા બાબતે પોલીસે જણાવ્યું કે, હત્યા બાદ આરોપી જીવન રાઠવા પોતે જ હત્યામાં વપરાયેલું પાળિયું લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને પોતાનો ગુનો કબૂલ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી અને છોટાઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી મૃતક દિનેશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ પોહચાડી મોકલવામાં આવ્યો છે.
આ ઘટનાએ ગામમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને સ્થાનિકોમાં જમીનના વિવાદોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આવી ઘટનાઓ સમાજમાં સંબંધોની નાજુકતા અને મિલકતના વિવાદોની ગંભીરતા દર્શાવે છે. આવા મુદ્દાઓનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સમાજે પણ પગલાં લેવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે