પંજાબ કિંગ્સમાં ગ્લેન મેક્સવેલની જગ્યાએ પાકિસ્તાનથી આવશે ખેલાડી, બાબર આઝમની ટીમમાં મચાવી રહ્યો છે ધૂમ !
IPL 2025 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં પ્લેઓફનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. IPLની આ સિઝનમાં સારું રમી રહેલા પંજાબ કિંગ્સને ગ્લેન મેક્સવેલના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે, પરંતુ હવે ટીમે તેના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે.
Trending Photos
Punjab Kings : ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ IPL 2025માંથી બહાર થઈ ગયો છે. ગ્લેન મેક્સવેલનો પંજાબ કિંગ્સ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિઝન મેક્સવેલ માટે કંઈ ખાસ નહોતી. આ સાથે ગ્લેન મેક્સવેલ ઈજાને કારણે સીઝન વચ્ચે જ પોતાના દેશ પરત ફર્યો છે. તેથી પંજાબ કિંગ્સે મેક્સવેલની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના મિશેલ ઓવેનને સાઈન કર્યો છે.
મિશેલ ઓવેન હાલમાં પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો છે. મિશેલ ઓવેન પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મી ટીમનો સભ્ય છે. આ પાકિસ્તાન સુપર લીગની 10મી સીઝન છે. બાબર આઝમના નેતૃત્વ હેઠળની પેશાવર ઝાલ્મી 10મી સિઝનમાં કંઈ ખાસ કરી શકી નથી. આ સિઝનમાં પેશાવર ઝાલ્મી પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું. તેથી એવી આશા છે કે તે પેશાવરની છેલ્લી લીગ મેચ પછી ભારત આવશે. પેશાવરની છેલ્લી લીગ મેચ 9 મેના રોજ છે.
મિશેલ ઓવેન PSLમાં નિષ્ફળ રહ્યો
પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મી માટે મિશેલ ઓવેનનું પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું નથી. ઓવેન આ સિઝનમાં પેશાવર ઝાલ્મી માટે કુલ 7 મેચ રમ્યો છે, જેમાં તે ફક્ત 101 રન બનાવી શક્યો છે. મિશેલ ઓવેનને બોલિંગમાં પણ વધારે તક મળી નથી. આવી સ્થિતિમાં જો તે IPLમાં પંજાબ કિંગ્સની ટીમમાં આવે છે, તો તેણે શાનદાર પ્રદર્શન કરવું પડશે.
મિશેલ ઓવેન વિશે વાત કરીએ તો, તે એક અનકેપ્ડ ખેલાડી છે. મિશેલ ઓવેને છેલ્લી બિગ બેશ લીગમાં પોતાનું જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. મિશેલ ઓવેન બીબીએલમાં હોબાર્ટ હરિકેન્સની ટીમનો સભ્ય હતો. હોબાર્ટ માટે અંતિમ મેચમાં ઓવેને વિસ્ફોટક બેટિંગ કરી, 42 બોલમાં 108 રન બનાવ્યા. તેની શાનદાર બેટિંગને કારણે જ હોબાર્ટે ફાઇનલમાં સિડની થંડર્સને હરાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે