રિપ્લેસમેન્ટ ખેલાડી, RCB માટે મેરેજ અટકાવ્યા...હવે વિરાટ કોહલીને અપાવી પહેલી IPL ટ્રોફી

RCB Captain Rajat Patidar Story : 17 વર્ષ અને 18 IPL સીઝન...રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઈન્તજાર આખરે પૂરો થયો. તેમણે IPL ઇતિહાસમાં પોતાની પહેલી ટ્રોફી જીતી લીધી છે. ટુર્નામેન્ટની 18મી સીઝનમાં, 18 નંબરની જર્સી પહેરનાર દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને ઉજવણી કરવાની તક મળી.

રિપ્લેસમેન્ટ ખેલાડી, RCB માટે મેરેજ અટકાવ્યા...હવે વિરાટ કોહલીને અપાવી પહેલી IPL ટ્રોફી

RCB Captain Rajat Patidar Story : 17 વર્ષથી એક જ ટીમ માટે રમતા આ મહાન બેટ્સમેન વિરાટ કોહલીનું IPL જીતવાનું સ્વપ્ન સાકાર થયું છે. તેણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 90 હજાર દર્શકોની સામે ટ્રોફી ઉંચકીને જીતની ઉજવણી કરી હતી. ત્યારે આ ટીમની સફરમાં મહત્વની ભૂમિકા ભજવનાર RCBના કેપ્ટન રજત પાટીદાર વિશે આ લેખમાં જાણીશું. 

જત પાટીદારે ટીમને ચેમ્પિયન બનાવી

RCBની જીત પછી વિરાટ કોહલીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, પરંતુ કેપ્ટન રજત પાટીદારનું યોગદાન પણ આમાં ઓછું નથી. તેણે આખરે ઘણા વર્ષોથી ટ્રોફી માટે ઝંખતી ટીમને ચેમ્પિયન બનાવી. પંજાબ કિંગ્સ સામેની ફાઇનલમાં તે મહત્વપૂર્ણ ક્ષણોમાં શાંત રહ્યો અને બોલિંગમાં ઉત્તમ ફેરફાર કર્યા અને વિરોધી ટીમ પર દબાણ લાવ્યો. જ્યારે RCBએ 190 રન બનાવ્યા, ત્યારે મોટાભાગના ક્રિકેટ પંડિતોનો મત હતો કે પંજાબ ટીમ પાસે 191 રનના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરવા માટે મજબૂત બેટિંગ લાઇન-અપ છે. જોકે, આવું થયું નહીં અને રજત પાટીદારની કેપ્ટનશીપથી RCBને 6 રનથી મેચ જીતવામાં મદદ મળી.

RCBનો આઠમો કેપ્ટન

જ્યારે આરસીબીએ 2025ની આઈપીએલ મેગા ઓક્શન પહેલા તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ટીમમાંથી મુક્ત કર્યો, ત્યારે બધાએ વિચાર્યું કે વિરાટ કોહલી ફરીથી કેપ્ટનશીપ સંભાળશે. જોકે, કોહલીએ કેપ્ટનશીપ લેવાનો ઇનકાર કર્યો અને રજત પાટીદારને કમાન સોંપવામાં આવી. આરસીબીના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. પાટીદાર 2021માં ટીમમાં આવ્યો અને ખૂબ જ ટૂંક સમયમાં કેપ્ટન બન્યો. તે ફ્રેન્ચાઇઝનો આઠમો કેપ્ટન છે.

2022માં સદી ફટકારી

બેટ્સમેન રજતે અત્યાર સુધી ભારત માટે 3 ટેસ્ટ અને એક ODI રમી છે. રજતનું નામ IPL 2022માં ચમક્યું. તેણે IPL 2022ની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે સદી ફટકારી. આ પછી તેણે બીજી ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સ સામે અડધી સદી ફટકારીને પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું, પરંતુ ટીમ મેચ હારી ગઈ.

RCBમાં રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે જોડાયો

રજત IPL 2022માં રમવાનો નહોતો. હરાજીમાં તે અનસોલ્ડ રહ્યો હતો. તેથી તેણે 9 મે 2022ના રોજ લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન તેને RCB તરફથી ફોન આવ્યો. લવનીથ સિસોદિયા ઈજાગ્રસ્ત થતા તેના રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે ટીમમાં જોડાયો અને પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. RCBની જીત પછી વિરાટે એક વીડિયોમાં રજતની પ્રશંસા કરી અને તેને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે યાદ પણ કર્યો.

RCB માટે લગ્ન મુલતવી રાખ્યા

રજતના પિતા મનોહર પાટીદારે 2022માં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "પ્લાન એવો હતો કે તેના લગ્ન 9 મેના રોજ થવાના હતા અને મેં ઇન્દોરમાં એક હોટેલ પણ બુક કરાવી હતી. લગ્ન ભવ્ય નહોતા, તેથી અમે આમંત્રણ કાર્ડ છાપ્યા નહોતા. મેં મર્યાદિત મહેમાનો માટે એક હોટેલ બુક કરાવી હતી, પરંતુ તેને ફોન આવતા બુકિંગ લંબાવવામાં આવ્યું અને પછી જુલાઈમાં લગ્નનું આયોજન કર્યું" રજતે ગુંજન સાથે જુલાઈમાં લગ્ન કર્યા હતા.

રૂપિયા 11 કરોડમાં રિટેન કર્યો

RCBએ IPL 2025 મેગા ઓક્શન પહેલા રજતને રૂપિયા 11 કરોડમાં રિટેન કર્યો હતો. ટીમે વિરાટ કોહલી અને યશ દયાલને પણ રિટેન કર્યા હતા. રજતે મધ્યપ્રદેશને 2024/25 સીઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં પહોંચાડ્યું. તેને આરસીબીની કેપ્ટનશીપ અને હવે ટીમ ચેમ્પિયન બની. રજતે સિઝનમાં 15 મેચ રમી અને 312 રન બનાવ્યા. હવે તેને હંમેશા એવા કેપ્ટન તરીકે યાદ કરવામાં આવશે જેણે આરસીબીને પહેલી ટ્રોફી અપાવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news