આ 6 ખેલાડીઓ માટે KKRની ટીમે ખર્ચ કર્યા 690000000 રૂપિયા, પણ IPL 2025માં સુપર ફ્લોપ
ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટરાઈડર્સ માટે આઈપીએલ 2025 કઈ ખાસ રહ્યું નથી. કેકેઆરને આ સીઝનમાં માત્ર 3 જીત મળી શકી છે. આ કારણોસર તેમનું પ્લેઓફમાં પહોંચવું પણ હવે શક્ય લાગી રહ્યું નથી. કેકેઆરની ટીમ ફેલ થવાનું સૌથી મોટું કારણ તેણે રિટેન કરેલા ખેલાડીઓ છે, જે આ સીઝનમાં ફેલ રહ્યા છે.
Trending Photos
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટરાઈડર્સ સંપૂર્ણ પીતે ફેલ થઈ છે. ટીમે અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે, જેમાંથી તેમણે માત્ર 3માં જીત હાંસલ કરી છે. ટીમના ફ્લોપ શો પાછળ એક મોટું કારણ તેમના ટોપ ખેલાડીઓ નહીં ચાલવું છે. ખાસ કરીને તે ખેલાડી જેમણે કેકેઆરે મેગા ઓક્શન પહેલા રિટેન કર્યા હતા. કેકેઆરે રિટેંશનમાં મોટી રકમ ખર્ચ કરી હતી.
કેકેઆર તે ટીમોમાંથી એક હતી, જેમણે 6 ખેલાડીઓને રિટેન કર્યા હતા. તેમાં સુનીલ નરેન, આંદ્રે રસેલ, રિંકૂ સિંહ, હર્ષિત રાણા અને રમનદીપ સિંહનું નામ સામેલ છે. માત્ર આ પાંચ ખેલાડીઓ માટે કેકેઆરે 69 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો હતો, પરંતુ તેમનું પ્રદર્શન બિલકુલ પણ આશા પ્રમાણે રહ્યું નથી. ખાસ કરીને રિંકૂ અને રસેલ તો સુપર ફ્લોપ સાબિત થયા છે.
કોઈ કામમાં આવી રહ્યા નથી કેકેઆરના રિટેનન ખેલાડી
આઈપીએલ 2025માં કેકેઆર માટે રિટેન ખેલાડી કોઈ પણ કામમાં આવી રહ્યા નથી. રિટેંશનમાં કેકેઆરની ટીમે સૌથી વધુ રિંકૂ સિંહને 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આ સીઝનમાં તેમના ફોર્મને જોતા તો બિલકુલ પણ આશા નહોતી કે રિંકૂ આવું રમશે. રિંકૂ આ સીઝનમાં કેકેઆર માટે 9 મેચોમાં માત્ર 133 રન બનાવી શક્યા છે. જ્યારે રિટેંશનમાં કેકેઆરના બીજા સૌથી મોટા ખેલાડી સુનીલ નરેન છે. કેકેઆરે નરેનને પણ 12 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. નરેન પણ આ સીઝનમાં પોતાની ટીમ માટે અસરદારક ફોર્મ દેખાડી શક્યો નથી. આ સીઝનમાં તેમના ખેલને જોતા બેટથી તેમણે માત્ર 151 રન બનાવી શક્યા છે.
ત્યારબાદ નંબર આવે છે વરૂણ ચક્રવર્તીનો! મિસ્ટ્રી સ્પિનરને પણ કેકેઆરે રિટેંશનમાં 12 કરોડ રૂપિયા આપ્યા હતા. શરૂઆતી થોડી મેચોને છોડી દઈએ તો વરૂણ પણ આ સીઝનમાં ખરાબ રીતે ફેલ થયો. તેના સિવાય આંદ્રે રસેલની પણ આ સીઝન ખરાબ રહી છે. રસેલ પણ રિટેંશનમાં 12 કરોડ રૂપિયા મળ્યા હતા. હર્ષિત રાણા અને રમનદીપ સિંહને કેકેઆરે 4-4 કરોડમાં રિટેન કર્યો હતો, પરંતુ આ બન્ને પણ પોતાની છાપ છોડવામાં અસરદાયક સાબિત થઈ શક્યા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે