ગોંડલમાં આરપારની લડાઈ, અલ્પેશ કથીરિયાની ગોંડલમાં એન્ટ્રી થતા થયો વિરોધ, ગાડીના કાચ તોડાયા

Ganesh Gondal Vs Alpesh Kathiriya : રાજકોટના ગોંડલમાં અલ્પેથ કથીરિયાના પ્રવાસ પહેલા ગરમાયું રાજકારણ...કથીરિયાના વિરોધમાં રિબડામાં પાટીદાર યુવાનો કાળ વાવટા અને પોસ્ટરો સાથે આવ્યા બહાર...ગોંડલમાં ગણેશ અને અલ્પેશ વચ્ચે આરપાર

ગોંડલમાં આરપારની લડાઈ, અલ્પેશ કથીરિયાની ગોંડલમાં એન્ટ્રી થતા થયો વિરોધ, ગાડીના કાચ તોડાયા

Gondal News ગૌરવ દવે/ગોંડલ : રાજકોટના ગોંડલમાં ગણેશ અને અલ્પેશ કથીરિયા વચ્ચે આરપારની લડાઈ જોવા મળી છે. ગોંડલ પહોંચેલા કથીરિયા, માલવિયાનો કાળા વાવટા અને સુત્રોચ્ચારથી વિરોધ કરાયો. અલ્પેશે કહ્યું, ગાડીમાં તોડફોડનો પ્રયાસ કરાયો. ગોંડલ મિર્ઝાપુર છે તે આજે થયું સાબિત.

સૌરાષ્ટ્રના ગોંડલમાં આજે રાજકારણ ગરમાયું છે. ગણેશ ગોંડલની પડકાર ઝીંલીને અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચ્યા હતા, જ્યાં કાળા વાવટા ફરકાવીને અલ્પેશ કથીરિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કથીરિયા સાથે ધાર્મિક માલવિયા પણ આવી પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાની ગાડીને નુકસાન કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કથીરિયાની ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા. 

એક તરફ અલ્પેશ કથીરિયાની વિરોધમાં ગોંડલભરમા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, ગોંડલ આશાપુરા ચોકડી ખાતે અલ્પેશ કથીરિયાને આવકારવા માટે તેના સમર્થકો પહોંચ્યા. અલ્પેશ કથીરિયાના સમર્થકો આવકારવા માટે પહોંચ્યા. એક તરફ ગણેશ જાડેજાના સમર્થકો, તો બીજી તરફ અલ્પેશ કથિરિયાના સમર્થકોથી ગોંડલમાં માહોલ ગરમાયો હતો. અલ્પેશ કથીરીયાના સમર્થકો જય શ્રી રામના ઝંડીઓ સાથે પહોંચ્યા હતા. ગણેશ ગોંડલના સમર્થકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. 

હાલ ગોંડલમાં આરપાસની લડાઈ જામી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ક્ષત્રિય વિરુદ્ધ પાટીદારોની લડાઈ વર્ચસ્વની લડાઈ બની રહી છે. 

ગોંડલ મિરઝાપુર છે એ સાબિત થાય છે - અલ્પેશ કથીરિયા
ગોંડલમાં પ્રવેશતા અલ્પેશ કથીરિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, માર માર્યો છે, પાછળથી ગાડીના કાચ તોડે છે. મજબૂતાઈથઈ સ્વાગત છે. ગોંડલ ખરેખર મિરઝાપુર છે તે સાબિત થાય છે. હું તો હજુ કહું છે કે મારો. ગાડીને તોડે, લોકોને મારે એ તો મિરઝાપુર છે એ સાબિત થઈ રહ્યું છે. રાજકારણ કોનું ચાલશે એ 2027 માં નક્કી થશે. હાલ રાજકારણનો સમય નથી. રાજકારણને બૌખલાહત છે, લોકોમાં ભયનો માહોલ છે, પરંતું આજે એ જ લોકોમાં ભયનો માહોલ જોઈ ખુશી થાય છે. કોઈ પણ વ્યક્તિએ નાના કે મધ્યમવર્ગીય વ્યક્તિને દબાવીને પોતાનું શાસન ન કરવું જોઈએ. આ અમે નહિ ચલાવી લઈશુ. અમારી ગાડી પર હુમલા થયા છે તે લાઈવ બતાવે છે.

બંનેના સમર્થકો સામસામે આવ્યા 
અલ્પેશ કથીરિયા જ્યા જ્યાંથી પસાર થઈ રહ્યાં છે, ત્યાં ત્યાં ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. અલ્પેશ કથીરિયા સમર્થકોની કારની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા છે. સમર્થકોએ પણ કહ્યું કે, આ ગોંડલ નથી મિરઝાપુર છે. વિરોધ વચ્ચે કથીરિયા, ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલે પોતાની ટીમ સાથે સ્વામીનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. તો બીજી તરફ, જયરાજસિંહ જાડેજાના ઘરની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. 

ગણેશ ગોંડલે ફેંક્યો હતો પડકાર
થોડા સમય પહેલા ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું. તો પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને આડે હાથ લીધા હતા. ગણેશ જાડેજાએ કહ્યું હતું કે, સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. તેણે અલ્પેશ કથીરિયાનું નામ લઈને કહ્યું હતું કે, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે, પહેલા એ ધો પછી ગોંડલ આવજે. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે,માં નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં. અલ્પેશ કથીરિયા પર પ્રહાર કરતા કહ્યું, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે,પહેલા એ ધો પછી ગોંડલ આવજે. મેહુલ બોઘરા પર પ્રહાર કરતા કહ્યું,”મેહુલ બોઘરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે. જિગીષા પટેલ પર પ્રહાર કરતા કહ્યું,”તું તારું ઘર સાચવી નથી શક્તી.”

 

 

અલ્પેશે સ્વીકાર્યો હતો ગણેશ ગોંડલનો પડકાર
ગણેશ ગોંડલ અને ગુજરાતના પાટીદાર નેતાઓ વચ્ચે શાબ્દિક વોર ચાલી રહ્યો હતો. આવામાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ હતી. 27 એપ્રિલે અલ્પેશ કથીરિયા ગોંડલ આવશે તેવી પોસ્ટ વાયરલ થઈ છે. તો જ્યારે ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા ગોંડલ તૈયાર તેવી ગણેશ જાડેજાની પોસ્ટ પણ વાયરલ થઈ હતી. ગોંડલને બદનામ કરનાર લોકોનું સ્વાગત કરવા તૈયાર તેવી ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ હતી. બંનેના સમર્થકોએ પણ સામસામે પોસ્ટ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં સુરતમાં એક સભા મળી હતી. જેમાં મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા. થોડા સમય પહેલા ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે પહેલી વાર ગણેશ જાડેજા દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ગણેશ જાડેજાના પડકારને અલ્પેશ કથીરિયાએ ઝીલી લીધો છે. અલ્પેશ કથીરિયાએ ગણેશ જાડેજાની પડકાર ઝીલતા 27 એપ્રિલે ગોંડલ આવવાનું આહવાન કર્યું છે. 27 તારીખે અલ્પેશ કથીરિયા, મેહુલ બોધરા, જિગીશા પટેલે ભવ્ય રેલીનુ આયોજન કરાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news