રિષભ પંત ટેકાના સહારે...ઇન્સ્ટાગ્રામ પર કરી ભાવુક પોસ્ટ, કહ્યું- જ્યારે મારું ફ્રેક્ચર ઠીક થશે...
Rishabh Pant : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિષભ પંતની બહાદુરીની ચર્ચા બધે થઈ રહી છે. માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં તે યોદ્ધાની જેમ લડ્યો હતો. પંત ખૂબ જ પીડા સાથે મેદાનમાં ઉતર્યો હતો અને હાલમાં આ શ્રેણીમાંથી બહાર છે. મેચ પછી તેણે હવે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખી છે.
Trending Photos
Rishabh Pant : ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રિષભ પંત માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેના જમણા પગમાં ફેક્ચર થયું હોવા છતાં તે બીજા દિવસે બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો હતો. મેચ પછી તેણે હવે ઇન્સ્ટા પર એક ભાવુક પોસ્ટ લખી છે. પંત પગમાં ફ્રેક્ચરને કારણે કાખઘોડી પર છે, પરંતુ ફરી એકવાર ટેસ્ટમાં પાછા ફરવા માટે ઉત્સુક છે.
કેવી રીતે ઈજાગ્રસ્ત થયો ?
ભારતની પહેલી ઇનિંગ દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. ક્રિસ વોક્સનો એક બોલ તેના પગમાં વાગ્યો હતો, જેના કારણે તેના પગમાં લોહી પણ આવવા લાગ્યું હતું. પંત માટે ચાલવું મુશ્કેલ હતું, તેમ છતાં તેણે બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પંત પીડા સાથે મેદાનમાં ઉતર્યો અને શાનદાર અડધી સદીની ઇનિંગ રમી. જોકે, તેણે બીજી ઇનિંગમાં બેટિંગ કરી નહોતી અને ભારત મેચ ડ્રોમાં લઈ ગયું.
ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ
રિષભ પંતે ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખી છે. તે પાછો ફરવા માટે ઉત્સુક છે. તેણે લખ્યું, 'મને મળી રહેલા તમારા બધાના પ્રેમ અને શુભેચ્છાઓ માટે હું આભારી છું. આ ખરેખર મારા માટે તારતનો સ્ત્રોત છે. જ્યારે મારું ફ્રેક્ચર ઠીક થઈ જશે અને હું ધીમે ધીમે આ પ્રક્રિયામાં ઢળી રહ્યો છું, ત્યારે હું રિહેબ શરૂ કરીશ. હું ધીરજ રાખીશ, દિનચર્યાનું પાલન કરીશ અને મારું 100% આપીશ. દેશ માટે રમવું એ હંમેશા મારા જીવનની સૌથી ગર્વની ક્ષણ રહી છે. હું એ કામ કરવા ફરીથી આતુર છું, જે મને પસંદ છે.'
પંત શાનદાર ફોર્મમાં હતો
રિષભ પંત આ શ્રેણીમાં શાનદાર ફોર્મમાં હતો. તેણે પહેલી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. તેણે બીજી ટેસ્ટમાં પણ અડધી સદીની ઇનિંગ્સ રમી તેણે ત્રીજી મેચની પહેલી ઇનિંગ્સમાં 54 રન બનાવ્યા હતા. છેલ્લી ટેસ્ટમાં તેના સ્થાને જગદીશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે