જ્યારે પાકિસ્તાનમાં ખેલાડીઓ પર થયો હતો આતંકી હુમલો...બસ ડ્રાઈવરની કુશળતાના કારણે બચી હતી ક્રિકેટ ટીમ

Pakistan : આજથી લગભગ 16 વર્ષ પહેલા પાકિસ્તાનમાં એક ક્રિકેટ ટીમ પર હુમલો થયો હતો, આ ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતમાં હાહાકાર મચાવી દીધો હતો. જો કે, આ ઘટનામાં બસ ડ્રાઈવરની કુશળતાના કારણે ક્રિકેટ ટીમનો આબાદ બચાવ થયો હતો.  

જ્યારે પાકિસ્તાનમાં ખેલાડીઓ પર થયો હતો આતંકી હુમલો...બસ ડ્રાઈવરની કુશળતાના કારણે બચી હતી ક્રિકેટ ટીમ

Pakistan : આજે 3 માર્ચ છે, આ એ તારીખ છે જેને પાકિસ્તાન અને શ્રીલંકાના ક્રિકેટ ચાહકો કાળા દિવસ તરીકે યાદ કરે છે. 16 વર્ષ પહેલા 2009માં આ દિવસે પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો વચ્ચે લાહોરમાં ક્રિકેટ મેચ રમવાની હતી. આ દિવસે આતંકવાદીઓએ લાહોરની સડકો પર ખૂની ખેલ ખેલ્યો હતો. જેમાં આતંકીઓએ શ્રીલંકાના ખેલાડીઓને નિશાન બનાવ્યા હતા. સારી વાત એ હતી કે ટીમના કોઈપણ ખેલાડીને કંઈ થયું નહોતું. શ્રીલંકન ટીમના બસ ડ્રાઈવરે બહાદુરી બતાવીને ખેલાડીઓને સુરક્ષિત બચાવી લીધા હતા. જો કે, કેટલાક ખેલાડીઓને ઈજા થઈ હતી. આ ખૂની ખેલમાં 6 પાકિસ્તાન પોલીસ કર્મચારીઓ સહિત 8 લોકો માર્યા ગયા હતા.

આ આતંકી હુમલા બાદ દુનિયાભરની તમામ ટીમોએ પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. જોકે, હવે બધું પાછું બરાબર થઈ ગયું છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાલમાં પાકિસ્તાન રમી રહ્યું છે. 1996 પછી પહેલી ICC ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાઈ રહી છે.

જો કે, આ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન હજુ પણ આતંકવાદી ખતરો તોળાઈ રહ્યો છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા પાકિસ્તાન ઈન્ટેલિજન્સ બ્યુરો (PIB) એ એલર્ટ જાહેર કર્યું છે. આ મુજબ ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંત (ISKP)એ કથિત રીતે પાકિસ્તાનમાં મેચ જોવા આવેલા વિદેશીઓને નિશાન બનાવવાની યોજના બનાવી છે.

પરંતુ આજે આપણે ક્રિકેટ જગતને હચમચાવી નાખનાર શ્રીલંકન ટીમ પર થયેલા હુમલા વિશે વિગતવાર વાત કરીશું. શ્રીલંકાની ટીમ 2009ની શરૂઆતમાં પાકિસ્તાનના પ્રવાસે હતી. બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની હતી. શ્રેણીની પ્રથમ મેચ 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન કરાચીમાં રમાઈ હતી જે ડ્રો રહી હતી. બીજી મેચ 1 માર્ચથી 5 માર્ચ સુધી લાહોરમાં રમવાની હતી, પરંતુ આ દરમિયાન શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલો થયો હતો.

શ્રીલંકાની ટીમ લાહોરમાં બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત માટે હોટલથી ગદ્દાફી સ્ટેડિયમ જઈ રહી હતી, ત્યારે એક ડઝન માસ્ક પહેરેલા આતંકવાદીઓએ બસ પર હુમલો કર્યો. આ હુમલામાં શ્રીલંકન ટીમના કેપ્ટન મહેલા જયવર્દને, કુમાર સંગાકારા, અજંતા મેન્ડિસ, થિલાન સમરવીરા, થરંગા અને ચામિંડા વાસ ઘાયલ થયા હતા.

આ હુમલામાં 6 પાકિસ્તાન પોલીસ કર્મચારીઓ સહિત 8 લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન બસને મેહર મોહમ્મદ ખલીલ નામનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. ખલીલની બુદ્ધિમત્તાએ આખી ટીમને મૃત્યુની ચુંગાલમાંથી બચાવી લીધી હતી. ભારે ગોળીબાર વચ્ચે તે સતત ડ્રાઇવિંગ કરીને સ્ટેડિયમ પહોંચ્યો હતો. હુમલા બાદ શ્રીલંકાની ટીમ પ્રવાસ અધવચ્ચે જ છોડીને સ્વદેશ પરત ફરી હતી.

આખરે ખલીલે બસને 20 મિનિટમાં ગદ્દાફી સ્ટેડિયમ સુધી પહોંચાડી. આ રીતે ખલીલની બહાદુરીથી ખેલાડીઓનો જીવ બચી ગયો. હુમલા બાદ શ્રીલંકાના ખેલાડીઓને સ્ટેડિયમથી એરપોર્ટ સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ખલીલનું શ્રીલંકાના રાષ્ટ્રપતિ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આતંકીઓએ પહેલા બસને નિશાન બનાવી હતી. પહેલા ગોળીઓ ચલાવી અને પછી રોકેટ પણ છોડ્યા. પરંતુ ટાર્ગેટ ચૂકી ગયું. બસ પર હેન્ડ ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ ગ્રેનેડ વિસ્ફોટ થાય તે પહેલા જ બસ તેની ઉપરથી પસાર થઈ ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news