Gardening Tips: અપરાજિતાની વેલ સુકાશે નહીં, ગરમીની શરુઆતથી જ આ રીતે સંભાળ રાખો, ઉનાળામાં પણ ખીલશે અઢળક ફુલ
Gardening Tips: જેમજેમ ગરમી વધે તેમ તેમ કેટલાક છોડનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. વધારે પડતી ગરમીના કારણે ખાસ તો ફુલની વેલ ઝડપથી સુકાઈ જતી હોય છે. આજે તમને માર્ચ મહિનામાં ફુલની વેલનું ધ્યાન કઈ રીતે રાખવું તે જણાવીએ.
Trending Photos
Gardening Tips: અપરાજિતાના ફૂલ ખૂબ જ સુંદર હોય છે અને તે શિવજી તેમજ શનિદેવને પ્રિય છે. આ ફુલ બગીચાની શોભા વધારે છે. પરંતુ માર્ચ મહિનામાં જ્યારે ગરમીની શરુઆત થઈ જાય છે તો આ વેલ સુકાવા લાગે છે અને તેમાં ફુલ પણ ઓછા આવે છે. પરંતુ જો તમે ગરમીની શરુઆતથી જ કેટલીક ટ્રીક અપનાવો છો તો આ સમસ્યા નહીં થાય.
અપરાજીતાનો છોડ કુંડામાં લગાડવામાં આવે છે. તે વેલની જેમ વધે છે. ગરમી શરુ થાય ત્યારે યોગ્ય માવજત કરવામાં ન આવે તો છોડમાં ફુલ આવતા બંધ થઈ જાય છે અને વેલ પણ સુકાવા લાગે છે. પરંતુ આ દેશી ઉપાય અજમાવશો તો ફુલ પણ અઢળક આવશે અને છોડ સુકાશે પણ નહીં.
ગરમીની શરુઆત થાય એટલે છોડને પાણી પીવડાવવાનું ખાસ યાદ રાખો. સાથે જ તેને એવી જગ્યાએ રાખો ત્યાં વધારે પડતો તાપ ન આવે. આ સિવાય જો છોડને પોષણ ન મળે તો પણ ફુલનો ગ્રોથ ઘટી જાય છે. છોડને પોષણ મળે તે માટે તેમાં વર્મી કંપોસ્ટ ખાતર ઉમેરો. છોડની આસપાસ માટી થોડી ખોદી અને તેમાં એક મુઠ્ઠી વર્મી કંપોસ્ટ ઉમેરી દો. ઉનાળામાં દર 30 દિવસે વર્મી કંપોસ્ટનો ઉપયોગ કરવો.
દર 15થી 20 દિવસે છોડમાં વધેલા પીળા અને સુકા પાન અને ડાળીઓ દુર કરી દેવી. જેથી છોડનો ગ્રોથ સારી રીતે થઈ શકે. આટલું કર્યા છતા પણ જો છોડ સુકાઈ જાય તો તેને ઉખાડી ન નાખવો નહીં. ગરમી ઓછી થાય એટલે છોડ ફરીથી ઊગી જતા હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે