W, W, W, W, W.... પાંચ બોલમાં 5 વિકેટ લઈ આ બોલરે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

આયર્લેન્ડના કર્ટિસ કેમ્ફરે ટી20 મેચમાં ઈતિહાસ રચી દીધો છે, તેણે પાંચ બોલમાં પાંચ વિકેટ લઈ પુરૂષ પ્રોફેશનલ ક્રિકેટમાં આ અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
 

W, W, W, W, W.... પાંચ બોલમાં 5 વિકેટ લઈ આ બોલરે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ આયર્લેન્ડના ઓલરાઉન્ડર કર્ટિસ કેમ્ફરે ટી20 મેચમાં ગજબનો રેકોર્ડ બનાવી દીધો છે. નોર્થ વેસ્ટ વોરિયર્સ પર પોતાની ટીમ મુંસ્ટર રેડ્સની જીત દરમિયાન તે પાંચ બોલમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ પ્રોફેશનલ પુરૂષ ક્રિકેટર બની ગયો છે. તે ક્રિકેટમાં પાંચ બોલમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી નથી, આ સન્માન ઝિમ્બાબ્વેની મહિલા ઓલરાઉન્ડર કેલિસ નધલોવુને જાય છે, જેણે 2024મા એક ઘરેલું ટી20 ટૂર્નામેન્ટમાં ઈગલ્સ મહિલા ટીમ વિરુદ્ધ પાંચ બોલમાં પાંચ વિકેટ લીધી હતી.

ચાર બોલમાં ચાર વિકેટ લેવાની સિદ્ધિ
કર્ટિસ કેમ્ફર આયર્લેન્ડ માટે ટી20 આંતરરાષ્ટ્રીય પણ રમે છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર બોલમાં ચાર વિકેટ લઈ ચૂક્યો છે. તેના સિવાય શ્રીલંકન દિગ્ગજ લસિથ મલિંગા, વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર અને અફઘાનિસ્તાનના રાશિદ ખાનની સાથે લેસોથોના વસીમ યાકૂબાર અને આર્જેન્ટીનાના હેર્નાન ફેલેન પણ આ કારનામું કરી ચૂક્યા છે. 2021ના ટી20 વિશ્વકપ દરમિયાન કર્ટિસે નેધરલેન્ડ વિરુદ્ધ ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી.

આફ્રિકા માટે રમી ચૂક્યો છે અન્ડર 19
26 વર્ષીય કેમ્ફરનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો. તે દેશ માટે અન્ડર-19 ક્રિકેટ રમી ચૂક્યો છે. તેના દાદી આયર્લેન્ડના હતા અને આ કારણે તેની પાસે આયર્લેન્ડનો પાસપોર્ટ હતો. કર્ટિસ કેમ્ફર જમણા હાથનો ઝડપી બોલર અને જમણા હાથનો બેટ્સમેન છે. પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 7 ટેસ્ટ, 43 વનડે અને 61 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 2020મા તેણે પર્દાપણ કર્યું હતું. તેના નામે ટેસ્ટમાં 342, વનડેમાં 1113 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં 921 રન છે. આ સિવાય તે ત્રણેય ફોર્મેટમાં 69 વિકેટ લઈ ચૂક્યો છે.

મેચમાં શું થયું
મુંસ્ટર રેડ્સના 26 વર્ષીય કેપ્ટન અને બોલર કેમ્ફરે બીજી અને ત્રીજી ઓવરમાં પાંચ વિકેટ લીધી, જેનાથી નોર્થ વેસ્ટ વોરિયર્સ 189 રનના લક્ષ્યનો પીછો કરતા 13.3 ઓવરમાં પાંચ વિકેટ પર 87 રનથી 88 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કેમ્ફરે 2.3 ઓવરમાં 16 રન આપી પાંચ વિકેટ લીધી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news