ગુજરાતમાં બની બે મોટી દુર્ઘટના, સુરતમાં 3 ના અને ગોંડલમાં 2 સરકારી કર્મચારીના મોત

Gujarat News : સુરતમાં જનરેટર ગેસ ગૂંગળામણને કારણે ૩ લોકોના મોત. તો ગોંડલમાં વીજકરંટથી પીજીવીસીએલના બે કર્મચારીઓનાં મોત

ગુજરાતમાં બની બે મોટી દુર્ઘટના, સુરતમાં 3 ના અને ગોંડલમાં 2 સરકારી કર્મચારીના મોત

Gujarat News : સુરતના પાલ વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં ત્રણના મોત થયા છે. રાત્રે જનરેટર ચાલુ કરીને બારી બારણાં બંધ કરી સુઈ ગયા હતા. રાત્રિ દરમ્યાન થયેલા ગેસ ગૂંગળામણને કારણે ત્રણેય વ્યક્તિ સવારે મૃત હાલતમાં મળી આવ્યા. તો બીજી તરફ, ગોંડલમાં વીજકરંટથી બેનાં મોત નિપજ્યા છે. PGVCLના રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજપ્રવાહ ચાલુ થઈ જતાં બે કર્મચારીના જીવ ગયા છે. 
 
જનરેટર ગેસ ગૂંગળામણને કારણે ૩ ના મોત
સુરતના પાલ વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં ત્રણ લોકોના મોતની ઘટનાથી સોપો પડી ગયો છે. રાત્રે જનરેટર ચાલુ કરીને બારી બારણાં બંધ કરી સુઈ ગયા હતા. રાત્રી દરમ્યાન થયેલા ગેસ ગૂંગળામણને કારણે ત્રણેય વ્યક્તિ સવારે મૃત હાલતમાં મળી આવ્યા. આ ઘટનામાં એક વૃદ્ધ અને બે મહિલાઓના મોત નિપજ્યા છે. બે મહિલાઓ રાત્રી દરમિયાન સંબંધીને ત્યાં આવી હતી. જોકે, એફ.એસ.એલ અને પીએમ રિપોર્ટમાં સચોટ કારણ જાણવા મળશે.

ગોંડલમાં રાજસ્થાની યુવકોના મોત 
રાજકોટના ગોંડલમાં વીજ કરંટ લાગતા બે યુવાનોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટના ગોંડલના વોરા કોટડા રોડ પર સબજેલ પાસે બની ઘટના પાસે બની હતી. સબજેલ પાસે કોન્ટ્રાકટ બેઇઝ કામ કરતા કર્મચારીઓ 11 કેવી કોટેડ વીજ લાઈન નાંખતા હતા. એ સમયે આવી જ કરંટ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા ભગવાનસિંઘ બિલ કે જેમની ઉંમર 22 વર્ષથી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય એક યુવાન સુરજકુમાર બિલ કે જેની ઉંમર 20 વર્ષનું સામે આવ્યું હતું. આ બંને યુવાનો રાજસ્થાનમાં રહેતા હતા. જોકે કામ માટે છેલ્લા થોડા સમયથી ગોંડલમાં સ્થાયી થયા હતા અને કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા હતા. આજે બન્ને યુવાન વીજ પોલ પર ચડી નવી વીજ લાઈન નાખતા હતા. તે દરમ્યાન કરંટ લાગ્યો હતો અને બંને યુવાનો નીચે પડ્યા હતા. 

વોરા કોટડા રોડ પર ચાર દિવસ પહેલા નવી વિજલાઈન નાખવાનું કામ કોન્ટ્રાકટ બેઇઝ શરૂ કરવામાં આવ્યું હતું. PGVCL દ્વારા આપાર કંપનીને કોન્ટ્રાકટ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ બંને યુવાનોના મૃતદેહ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે PGVCLના ગ્રામ્ય વર્તુળના સુપ્રીન્ટેડિંગ એન્જિનિયર જે.બી.ઉપાધ્યાયએ કહ્યું હતું કે, વાયર બદલવાનો મુખ્ય કોન્ટ્રાક અપાર ઇન્ડસ્ટ્રીઝને અપાયો છે. તેને પેટામાં રાજેશ પાવર કંપનીને કોન્ટ્રાક આપવામાં આવ્યું હતો. જે 2 કર્મીઓના મૃત્યુ થયા છે તે રાજેશ પાવર કંપનીના કોન્ટ્રાક બેઇઝ્ડ કર્મીઓ હતા. ઘટના ખૂબ દુઃખદ છે તાત્કાલિક તપાસના આદેશ અપાયા છે. છેલ્લા 4 દિવસથી અહીં કામ ચાલુ હતું. આજે સવારે 9.14 વાગ્યે ઘટના બની છે. પાવરનો સોર્સ ક્યાંથી આવ્યો ? તે મામલે તપાસ શરૂ છે. જે કોઈની જવાબદારી બનતી હશે તેના પર સખ્ત કાર્યવાહી થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news