મારુતિએ પાડ્યો ખેલ! આ જબરદસ્ત ફીચર સાથે લોન્ચ કરી દેશની સૌથી સસ્તી કાર અલ્ટો, કિંમત જાણી ઉછળી પડશો
Automobile News: મારુતિની લોકપ્રિય કારોમાં જેની ગણતરી થાય છે તે અલ્ટો કે10ને જબરદસ્ત ફીચર સાથે લોન્ચ કરીને મારુતિ સુઝૂકીએ ધમાલ મચાવી દીધી છે. જાણો વિગતો.
Trending Photos
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકીએ પોતાના વ્હીકલ પોર્ટફોલિયોમાં સેફ્ટીની રીતે એક મોટું અપડેટ આપ્યું છે. કંપનીએ પોતાની સૌથી સસ્તી કાર Alto K10 ને હવે અધિકૃત રીતે સ્ટાન્ડર્ડ 6 એરબેગ સાથે લોન્ચ કરી છે. એટલે કે હવે અલ્ટો કે10ના તમામ વેરિએન્ટમાં 6 એરબેગની સુવિધા મળશે. આ નવા અપડેટ સાથે અલ્ટો કે10ના તમામ વેરિએન્ટના ભાવોમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. આ કાર પહેલા કરતા વધુ મોંઘી થઈ છે. પરંતુ આમ છતાં તેની શરૂઆતની કિંમત 4.23 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)
નવી અલ્ટો કે10 કેવી છે?
મારુતિ અલ્ટો કે10માં કંપનીએ સેફ્ટી ફીચર્સ સિવાય બીજા કોઈ ફેરફાર કર્યા નથી. આ કાર પહેલાની જેમ જ પેટ્રોલ એન્જિન અને સીએનજી વેરિએન્ટમાં કુલ 7 ટ્રિમમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ નવા અપડેટ બાદ આ કારની કિંમતમાં લગભગ 16,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. જો કે કંપનીએ વેરિએન્ટ્સના નામમાંથી (O) પ્રીફિક્સને હટાવી દીધુ છે.
પાવર અને પરફોર્મન્સ
કંપનીએ આ કારના એન્જિન મીકેનિઝમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. Maruti Alto K10 પહેલાની જેમ જ 1.0 લીટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. આ એન્જિન 67 PS ના પાવર અને 89 Nmનો ટોર્ક નજરેટ કરે છે. જ્યારે સીએનજી વેરિએન્ટમાં આ એન્જિન 57 PS નો પાવર અને 82 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ તથા ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
કારની માઈલેજ
મારુતિનો દાવો છે કે 5 સ્પીડ પેટ્રોલ મેન્યુઅલ ટ્રાન્સમીશન વેરિએન્ટ 24.39 કિમી પ્રતિ લીટરની માઈલેજ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન 24.90 કિમી પ્રતિ લીટર સુધીની માઈલેજ આપે છે. આ કારના સીએનજી વેરિએન્ટ33.85 કિમી પ્રતિ કિલોગ્રામ સુધીની માઈલેજ આપવા માટે સક્ષમ છે. જો કે તેના સીએનજી વેરિએન્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં આવતું નથી.
સેફ્ટી ફીચર્સ ઉમેરાયા
મારુતિ સુઝૂકી અલ્ટો કે10 હવે પહેલા કરતા વધુ સેફ થઈ છે. કંપનીએ આ કારમાં 6 એરબેગ ઉપરાંત રિયર પાર્કિંગ સેન્સર, પાછળના તમામ મુસાફરો માટે 3-પોઈન્ટ સીટ બેલ્ટ, લગેજ-રિટેન્શન ક્રોસબાર, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ(ABS) અને ઈલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન(EBD) સામેલ કરાયા છે.
મારુતિ અલ્ટો ઓછી કિંમત, સારી માઈલેજ અને લો મેન્ટેનન્સને કારણે ભારતીય બજારમાં ખુબ લોકપ્રિય છે. કંપનીનો દાવો છે કે મારુતિ અલ્ટોના લગભગ 74 ટકા ખરીદારો ફર્સ્ટ ટાઈમ કાર બાયર હોય છે. એટલે કે એવા લોકો જે પોતાની પહેલી જ કાર ખરીદી રહ્યા હોય છે તેઓ મારુતિ અલ્ટોની પસંદગી કરે છે. કંપનીએ આ કારને પહેલીવાર 2000 માં લોન્ચ કરી હતી અને અત્યાર સુધીમાં તેના 46 લાખ યુનિટ્સ વેચાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે