ઓછા બજેટને કારણે સુરક્ષા સાથે બાંધછોડ ન કરો, 10 લાખથી ઓછી કિંમતની આ કારમાં મળશે 6 એરબેગ

જો તમે કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આજે અમે તમને એવી કાર વિશે જણાવી રહ્યાં છીએ જેની કિંમત 10 લાખથી ઓછી છે પરંતુ તેમાં તમને છ એરબેગ મળશે.

 ઓછા બજેટને કારણે સુરક્ષા સાથે બાંધછોડ ન કરો, 10 લાખથી ઓછી કિંમતની આ કારમાં મળશે 6 એરબેગ

નવી દિલ્હીઃ જ્યારે પણ કાર ખરીદવાની વાત આવે છે તો સૌથી પહેલા બજેટ જોવામાં આવે છે કે આપણે કેટલા રૂપિયાની કાર ખરીદવાની છે. ઘણીવાર લોકો પોતાના ઓછા બજેટને કારણે કારની સેફ્ટી સાથે સમજુતી કરે છે પરંતુ આજકાલ માર્કેટમાં ઘણી એવી કાર આવી ગઈ છે, જેમાં ઓછા બજેટમાં પણ તમે 6 એરબેગ સાથે ખરીદી શકો છો. આજે અમે તમને એવી કાર વિશે જણાવીશું, જે તમે તમારા બજેટમાં ખરીદી શકશો પરંતુ તેમાં છ એરબેગ પણ મળશે. આવો જાણીએ..

મારૂતિ સુઝુકી Swift
દેશની પ્રમુખ કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીની કાર ખરીદવાનું લોકો પસંદ કરે છે. મારૂતિ સુઝુકીની કાર તમે ઈચ્છો તો ઓછા બજેટમાં ખરીદી શકો છો. જો તમે 6 એરબેગમાં કાર ખરીદવા ઈચ્છો છો તો તમે મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ખરીદી શકો છો. મારૂતિ સુઝુકી સ્વિફ્ટની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 6.49 લાખ રૂપિયા છે.

મારૂતિ સુઝુકી Dzire
મારૂતિ સુઝુકી Dzire પણ સેફ્ટીના મામલામાં બેસ્ટ છે. આ કારને પણ તમે ઓછા બજેટમાં 6 એરબેગ સાથે ખરીદી શકો છો. આ કારની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 6.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Hyundai Exter
હ્યુન્ડઈની એસયુવી એક્સટરને પણ તમે 6 એરબેગ સાથે સરળતાથી ખરીદી શકો છો. આ કારની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 6.20 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Kia Syros
કિઆ સિરોસ કોમ્પેક્ટ એસયુવીની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 9.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 5 સ્ટાર રેટિંગવાળી આ કાર એરબેગ સાથે આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news