આ સસ્તા લીલા પાંદડાથી કોલેસ્ટ્રોલ થઈ જશે કંટ્રોલ, જાણો કઈ રીતે કરશો સેવન

Cholesterol Control Tips : કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે તમે ઘણા પ્રકારના ડાયટને અપનાવી શકો છો, જેમાં કેટલાક પાન પણ સામેલ છે. આવો જાણીએ આ પાન વિશે..

આ સસ્તા લીલા પાંદડાથી કોલેસ્ટ્રોલ થઈ જશે કંટ્રોલ, જાણો કઈ રીતે કરશો સેવન

Cholesterol Control Tips : આજકાલ કોલેસ્ટ્રોલની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, એક ગુડ અને બીજુ બેડ. ગુડ કોલેસ્ટ્રોલ શરીર માટે સારૂ છે, જ્યારે બેડ કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ પેદા કરે છે. કોલેસ્ટ્રોલ એક ચિકણો પદાર્થ છે, જે શરીર માટે જરૂરી છે. પરંતુ બેડ કોલેસ્ટ્રોલ શરીરની નસોમાં જામી જાય છે અને નસોને બ્લોક કરે છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવું જરૂરી છે. જો તે બેકાબૂ થાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. તમે ઘરેલું નુસ્ખા દ્વારા પણ કોલેસ્ટ્રોલને ઘટાડી શકો છો. આજે અમે તમને એક એવા પાંદડા વિશે જણાવી રહ્યાં છીએ, જેનું સેવન કરી તમે હાઈ કોલેસ્ટ્રોલને ઘટાડી શકો છો.

મીઠા લીમડાના સેવનથી ઘટશે કોલેસ્ટ્રોલ
ઘરેલું નુસ્ખાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે લીઠા લીમડાનું સેવન લાભકારી સાબિત થાય છે. મીઠા લીમડામાં ઘણા ગુણ હોય છે, તેમાં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. તેના દ્વારા તમે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો. લીમડાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનો ખતરો ઓછો થાય છે. સાથે તે પાચન શક્તિ વધારે છે.

મીઠા લીમડાના સેવનથી મળશે આ ફાયદા
શરીરની ગંદકીને કરી પત્તા વડે સાફ કરી શકાય છે.
તે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.
તે બ્લડ શુગર લેવલ ઘટાડે છે.
લીમડાનું સેવન કરવાથી પણ વજન ઓછું કરી શકાય છે.
તેમાં કેલ્શિયમ, આયર્ન અને ફાઈબર પણ હોય છે.
લીમડો આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
આ ઉપરાંત તે હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ છે.

ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે લીમડાનું સેવન કેવી રીતે કરવું
શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે નિયમિત રીતે લીમડાનું સેવન કરી શકો છો. તે માટે તમે મીઠા લીમડાના પાણીનું પણ સેવન કરી શકો છો. તમે ઈચ્છો તો તેની ચટણી બનાવી શકો છો.

મીઠા લીમડાનું પાણી બનાવવાની રીત
એક ગ્લાસ પાણીમાં 8-10 લીમડાના પાન નાખો. તેને ધીમી આંચે પકાવો. ત્યારબાદ તમે તેને ગાળી લો અને ઠંડુ થયા બાદ તેનું સેવન કરી શકો છો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news