Monsoon: ACનું સીક્રેટ ફીચર, ચોમાસામાં લાગશે કામ, લાઈટબિલ પણ ઘટી જશે

ચોમાસાની ઋતુમાં ભેજ વધવાની સાથે, AC ની જરૂરિયાત પણ વધે છે. જેના કારણે વીજળીનું બિલ પણ વધે છે. જોકે, AC ની એક ખાસ સુવિધા સાથે, તમે ઠંડક અને બિલમાં રાહત બંને મેળવી શકો છો.

Monsoon: ACનું સીક્રેટ ફીચર, ચોમાસામાં લાગશે કામ, લાઈટબિલ પણ ઘટી જશે

ભારતમાં AC ની જરૂરીયાત ગરમીથી વધુ ચોમાસાની સિઝનમાં પડે છે, હકીકતમાં ભેજને કારણે પંખા અને કૂલર ફેલ થવા લાગે છે અને AC જ ઠંડક પહોંચાડે છે. જોકે, આ સાથે લોકો વધતા વીજળીના બિલની પણ ફરિયાદ કરે છે. પરંતુ હવે એસીમાં નવી સુવિધાઓ અને મોડ્સ આવવા લાગ્યા છે જેમાં આનો ઉકેલ આપવામાં આવ્યો છે.

ચોમાસાની ભેજનો સામનો કરવા માટે એસીમાં આપવામાં આવતી આ સુવિધા તમને હવામાનથી તો બચાવે છે જ, સાથે સાથે તમારા વીજળી બિલને પણ ઓછું રાખે છે. આ એસીમાં હાજર Dry Mode ફીચર છે, તેને Dehumidification Mode પણ કહેવામાં આવે છે. તમે તમારા એસીને આ મોડ પર સેટ કરી શકો છો. સ્પ્લિટ એસીમાં આ સુવિધા સામાન્ય બની ગઈ છે.

કઈ રીતે કામ કરે છે આ ફીચર
ડ્રાય મોડ ફીચરનો ઉપયોગ કરવા માટે, હવામાનને સમજવું જરૂરી છે. આ મોડનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે બહારનું તાપમાન ખૂબ વધારે ન હોય પણ ભેજ વધારે હોય. આ સાથે, AC રૂમમાં ભેજનું સ્તર ઘટાડે છે પરંતુ તાપમાનમાં વધુ ઘટાડો કરતું નથી. આ મોડમાં, કોમ્પ્રેસર અને પંખો ઓછી ગતિએ ચાલે છે અને ઓછી વીજળી વાપરે છે, જ્યારે તે જ સમયે બાષ્પીભવન કરનાર કોઇલ હવાની ભેજ ઘટાડે છે. આ વાતાવરણને આરામદાયક બનાવે છે.

તેવામાં આ મોડ ચોમાસા માટે ઉપયોગી છે, જ્યારે તાપમાન વધુ રહેતું નથી પરંતુ ભેજ હાલત ખરાબ કરે છે. તો કૂલિંગ મોડના મુકાબલે ડ્રાઈ મોડ વીજળીનો વપરાશ પણ ઓછો કરે છે.

કઈ રીતે સિલેક્ટ કરશો ડ્રાઈ મોડ
AC નો ડ્રાય મોડ પસંદ કરવો ખૂબ જ સરળ છે. મોટાભાગના AC માં, તમે રિમોટમાંથી આ મોડ પસંદ કરી શકો છો. તમે તમારા AC ના રિમોટમાં અથવા AC સાથે આપેલી સૂચનાઓમાં આ વિશે માહિતી મેળવી શકો છો. રિમોટમાં મોડ વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમાં, ડ્રાય અથવા Dehumidify મોડનું સેટિંગ પસંદ કરો. તમને રિમોટ અને AC સ્ક્રીન પર આ માટે એક ખાસ ચિહ્ન પણ દેખાશે, જેમાં ટીપાં જેવા ચિહ્નો હોઈ શકે છે.

કેટલાક એસી તમને ડ્રાઈ મોડ પર તાપમાન પસંદ કરવાની સુવિધા પણ આપે છે, જેનાથી તમે મોડનો વધુ ફાયદો લઈ શકો. તાપમાન વધવા પર તમે સેટિંગ ફરી કૂલિંગ પર લઈ જઈ શકો છો.

ધ્યાન રાખો કે દરેક બ્રાન્ડની એસીના ફીચર અલગ-અલગ હોઈ શકે છે. તેવામાં તેના ઉપયોગ માટે કે નવી ખરીદી માટે એસીના બધા ફીચરની જાણકારી કંપનીએ આપેલી બુકલેટ, સત્તાવાર સાઇટ કે વિશ્વાસપાત્ર સોર્સથી લો જેનાથી તમે તમારા એસીનો ફાયદો ઉઠાવી શકો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news