10 પૈસામાં એક કિલોમીટર, આ છે સૌથી સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર, ફુલ ચાર્જમાં 110km ની રેન્જ

most affordable electric scooter in india: જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો અહીં અમે તમને કેટલાક સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટરની માહિતી આપી રહ્યાં છીએ. જે તમારા બજેટમાં પણ આવી શકે છે અને ફીચર્સ શાનદાર છે.

10 પૈસામાં એક કિલોમીટર, આ છે સૌથી સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર, ફુલ ચાર્જમાં 110km ની રેન્જ

નવી દિલ્હીઃ આ સમયે દેશમાં સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટરના નામ પર ઘણા મોડલ બજારમાં ઉપલબ્ધ છે. ઓછા બજેટમાં આવતા ઈલેક્ટ્રિક સ્કૂટરને ગ્રાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. દરરોજના ઉપયોગ માટે તે સારા સાબિત પણ થાય છે. અહીં અમે તમને કેટલાક શાનદાર સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટરની માહિતી આપી રહ્યાં છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમારૂ બજેટ 65-70 હજાર રૂપિયાની આસપાસ છે તો તમે આ સ્કૂટર ખરીદી શકો છો.

Okinawa R30
ઓકિનાવા  R30 એક સારૂ સ્કૂટર છે જેની એક્સ-શોરૂમ કિંમત 61998 રૂપિયા છે. ફુલ ચાર્જમાં તે 60 કિમીની રેન્જ ઓફર કરે છે. સ્કૂટરની ટોપ સ્પીડ 25kmph છે. તેને ફુલ ચાર્જ થવામાં 4-5 કલાકનો સમય લાગે છે. આ સ્કૂટરની વધુ માહિતી માટે તમે નજીકના શોરૂમની મુલાકાત લઈ શકો છો.

Kinetic e-Luna
ઈલેક્ટ્રિક લૂનામાં 2kwh ની લિથિયમ ઓયન બેટરી લાગી છે અને સિંગલ ચાર્જ પર તે 110 કિલોમીટર સુધીની રેન્જ ઓફર કરે છે. ફુલ ચાર્જ થવામાં તેને ચાર કલાક જેટલો સમય લાગે છે. તેની ટોપ સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની કિંમત 69990 રૂપિયા છે. સારી રાઇડ માટે તેના ફ્રંટમાં ટેલીસ્કોપિક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. તેમાં 16 ઇંચના મોટા વ્હીલ્સ આપવામાં આવ્યા છે. પાછળ બેસવા માટે લાઇટ ગ્રેબ રેલ મળે છે.

Ola S1 X
ઓલા ઈલેક્ટ્રિકના Ola S1 X ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 69999 રૂપિયા છે. આ એક હાઈ સ્પીડ ઈલેક્ટ્રિક સ્કૂટર છે. તેમાં 2kWh બેટરી પેક આપવામાં આવ્યું છે. ફુલ ચાર્જમાં આ સ્કૂટર 95 કિલોમીટરની રેન્જ ઓફર કરે છે. તેમાં 4.3 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, તેની ટોપ સ્પીડ 85kmph છે. જે કિંમતમાં આ સ્કૂટર ફીચર્સ ઓફર કરી રહ્યું છે, તેને બેસ્ટ ઓપ્શન કહી શકાય છે. દરરોજના ઉપયોગ માટે આ એક સારો વિકલ્પ બની શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news