Yuzvendra Chahal hat trick : યુઝવેન્દ્ર ચહલની હેટ્રિક પર આરજે મહવશે આ રીતે વરસાવ્યો પ્રેમ, વાયરલ થઈ રહ્યું છે રિએક્શન
RJ Mahvash Reaction on Yuzvendra Chahal hat trick : આરજે મહવશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર યુઝવેન્દ્ર ચહલ પર પ્રેમ વરસાવતા તેના પરફોર્મન્સની પ્રશંસા કરી હતી. તમને જણાવી દઈએ કે, ચહલે CSK સામે 19મી ઓવરમાં હેટ્રિક સહિત ચાર વિકેટ લીધી હતી, જેમાં MS ધોનીની મોટી વિકેટ પણ સામેલ છે.
Trending Photos
RJ Mahvash Reaction on Yuzvendra Chahal hat trick : પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 30 એપ્રિલ, બુધવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPL 2025ની પહેલી હેટ્રિક લીધી. ચહલની આ હેટ્રિકે તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ આરજે મહવશનું પણ દિલ જીતી લીધું. તમને જણાવી દઈએ કે, ચહલે CSK સામે 19મી ઓવરમાં હેટ્રિક સહિત ચાર વિકેટ લીધી હતી. આ મેચમાં આ સ્પિન બોલરે 3 ઓવરમાં 32 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ચહલના આ શાનદાર પ્રદર્શનને કારણે પંજાબ કિંગ્સની ટીમ ચેન્નાઈને 190 રનના સ્કોર પર રોકવામાં સફળ રહી.
યુઝવેન્દ્ર ચહલની હેટ્રિક પર, આરજે મહવશે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, "ગોડ મોડ ઓન કયા ? યુઝવેન્દ્ર ચહલને ટેગ કરતા આગળ લખ્યું છે, તમારી અંદર એક યોદ્ધાની તાકાત છે સર." આરજે મહવશે આ સ્ટોરી સાથે એક ગીત પણ મૂક્યું છે.
CSK vs PBKS મેચ કેવી રહી ?
ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પંજાબ કિંગ્સને જીતવા માટે 191 રનનો લક્ષ્યાંક આપ્યો. CSK માટે, સેમ કરને નંબર-3 પર 88 રનની ઇનિંગ રમી, પરંતુ તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન અજાયબી કરી શક્યો નહીં. ડેવાલ્ડ બ્રેવિસ 32 રન સાથે બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. CSKના 5 બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા નહીં. તો યુઝવેન્દ્ર ચહલે યજમાન ટીમને 190 રનના સ્કોર સુધી મર્યાદિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને 19મી ઓવરમાં હેટ્રિક લીધી હતી. ચહલની IPLમાં આ બીજી હેટ્રિક છે.
191 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબ કિંગ્સ તરફથી કેપ્ટન શ્રેયસ ઐયરે 72 રનની શાનદાર ઇનિંગ રમી. ઓપનર પ્રભસિમરન સિંહે 54 રન બનાવ્યા. આ બંનેના આઉટ થયા પછી પંજાબની ટીમ થોડા સમય માટે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી પરંતુ અંતે ટીમ બે બોલ બાકી રહેતા જીત મેળવવામાં સફળ રહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે