Jio નો ધમાકેદાર પ્લાન! ફક્ત 80 રૂપિયાના માસિક ખર્ચે 11 મહિના ચાલશે તમારો ફોન, કોલ-SMS ફ્રી

Jio Prepaid Plan: રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે એક નવો ધમાકેદાર પ્લાન લાવી છે. આ પ્લાન એવા લોકો માટે છે જે વારંવાર રિચાર્જ કરવાની માથાકૂટથી કંટાળે છે. પ્લાનની વેલિડિટી 11 મહિનાની છે. જો તમે પણ આ પ્રકારના કોઈ પ્લાનની શોધમાં હોય તો ફટાફટ વિગતો ચેક કરો. 

Jio નો ધમાકેદાર પ્લાન! ફક્ત 80 રૂપિયાના માસિક ખર્ચે 11 મહિના ચાલશે તમારો ફોન, કોલ-SMS ફ્રી

ભારતની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે એક નવો ધમાકેદાર પ્લાન લઈને આવી છે. આ પ્લાન એવા લોકો માટે ખાસમખાસ છે જે વારંવાર રિચાર્જ કરવાની માથાકૂટથી બચવા માંગે છે. આ પ્લાન 11 મહિનાની વેલિડિટીવાળો છે. આ પ્લાનની કિંમત ફક્ત 895 રૂપિયા છે. જિયોના 895 રૂપિયાના પ્લાનમાં પૂરા 336 દિવસની વેલિડિટી મળે છે. જિયોનાઆ પ્લાનનું એક દિવસની કોસ્ટ કાઢીએ તો તે 3 રૂપિયા કરતા પણ ઓછી આવે છે. જો માસિક ખર્ચ જોઈએ તો 80 રૂપિયાથી પણ ઓછો આવે. એટલે કે જિયોનો આ પ્લાન વેલ્યુ ફોર મની પ્લાન છે. પ્લાનની વિગતો ખાસ જાણો. 

પ્લાનમાં શું શું મળશે?
આ પ્લાનમાં ગ્રાહકોને તમામ લોકલ અને એસટીડી નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલ્સ ફ્રી મળશે. 50 એસએમએસ ફ્રી મળશે. આ સાથે જ 2GB હાઈ સ્પીડ ડેટા મહિના દીઠ મળશે. એટલે કે સમગ્ર પ્લાનના પીરિયડમાં કુલ 24GB ડેટા ગ્રાહકોને મળશે. જો કે જિયોના આ પ્લાનમાં વધુ ડેટા નહીં મળે. પરંતુ જે લોકો મોબાઈલનો ઉપયોગ ફક્ત કોલિંગ, હળવો ડેટા ડાઉનલોડ કરવા અને જરૂરી કામો માટે કરે છે તેમના માટે આ પ્લાન ખુબ ફાયદાકારક છે. 

કોને મળશે આ પ્લાન
અત્રે જણાવવાનું કે આ પ્લાન લેતા પહેલા એ ખાસ જાણી લો કે આ પ્લાન મર્યાદિત યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. 895 રૂપિયાવાળો આ પ્લાન ફક્ત Jio Phone અને Jio Bharat Phone ગ્રાહકો માટે જ માન્ય રહેશે. જો તમારી પાસે સ્માર્ટફોન હોય અને તેમાં જિયોનું સીમ હોય તો તમે આ પ્લાનનો ફાયદો લઈ શકશો નહીં. જિયોના 895 રૂપિયાવાળો પ્લાન 336 દિવસનો છે. આ પ્લાનનો માસિક ખર્ચ કાઢો તો ફક્ત 80 રૂપિયા આવે છે. ડેઈલી ખર્ચો ફક્ત 3 રૂપિયા આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news