માત્ર 7 રૂપિયાની બચતથી મળશે 5000 રૂપિયાનું માસિક પેન્શન, જાણો આ યોજના વિશે
Atal Pension scheme eligibility: આ પેન્શન યોજનામાં માત્ર 7 રૂપિયા પ્રતિદિનની બચતથી તમે 60 વર્ષની ઉંમર બાદ 5000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. જાણો આ સરકારી સ્કીમની પાત્રતા, લાભ અને અરજી પ્રક્રિયા.
Trending Photos
Atal Pension Yojana benefits: શું તમે દરરોજ માત્ર ₹7 બચાવીને તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો? અટલ પેન્શન યોજના (APY) આ શક્ય બનાવે છે. ભારત સરકારની આ યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેમના વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનું વચન આપે છે.
અટલ પેન્શન યોજના
સરકારની સામાજિક સુરક્ષા યોજના અટલ પેન્શન યોજના (APY) ફરી એકવાર હેડલાઇન્સમાં છે. જો કોઈ યુવક 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે અને દરરોજ માત્ર ૭ રૂપિયા બચાવે છે, તો 60 વર્ષની ઉંમર પછી તેને માસિક 5000 રૂપિયા પેન્શન મળી શકે છે.
આ યોજનાનો ઉદ્દેશ શું છે?
આ યોજનાનો ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, મજૂરો અને સામાન્ય નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે.
કઈ રીતે મળે છે ₹5000 નું પેન્શન?
જો કોઈ 18 વર્ષની ઉંમરમાં અટલ પેન્શન યોજનામાં જોડાય છે અને સતત 210 રૂપિયા મહિને (7 રૂપિયા પ્રતિદિન) નું અંશદાન કરે છે તો 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે.
આ રકમ જીવનભર મળે છે. જો લાભાર્થીનું મૃત્યુ થાય છે તો પેન્શન તેના પત્ની/પતિને ટ્રાન્સફર થાય છે. બંનેના નિધન બાદ પેન્શનની રકમ નોમિનીને મળે છે. આ યોજનાનો લાભ ભારતીય નાગરિક જેની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે છે. આ માટે બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું ફરજીયાત છે. સાથે તે કરદાતા ન હોવો જોઈએ.
આ યોજના હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી હોય છે. સરકારની આ યોજના નાના ઈન્વેસ્ટરો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો સમય પર આ યોજનામાં જોડાવામાં આવે અને નિયમિત અંશદાન કરવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં આર્થિક આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે