જૂનાગઢ: કોઝવે તૂટવા મુદ્દે મોટા સમાચાર, કલેક્ટરે કહ્યું- કોઝવે તૂટ્યો નથી પરંતુ તોડવામાં આવ્યો છે, જુઓ Video
Watch Video: જુનાગઢના માંગરોળમાં કેશોદના માધવપુરથી જોડતો આજકનો કોઝવે આજે સવારે અચાનક તૂટી પડ્યો હતો. કોઝવેના સમારકામ દરમિયાન આ ઘટના બની હતી. સ્લેબ તૂટી જતા કોઝવે ધડામ થયો હતો. આ મુદ્દે કલેક્ટરનું કહેવું છે કે આ કોઝવે તૂટ્યો નથી પરંતુ તોડવામાં આવ્યો છે. કોઝવે પહેલા જ બંધ કરાયો હતો. વાહનવ્યવહાર માટે બંધ હતો. કેટલાક ગામવાળા કામગીરી જોવા માટે આવ્યા હતા. ના પાડી તો પણ ઊભા રહેલા લોકો અંદર પડ્યા હતા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.