પાકિસ્તાની ઓપનરે લીધી ઋતુરાજની જગ્યા, ગાયકવાડે પોતાનું નામ પાછું ખેંચ્યું, ઇંગ્લેન્ડથી મોટા સમાચાર
Ruturaj Gaikwad : ઈંગ્લેન્ડથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના સ્ટાર ઓપનર ઇમામ-ઉલ-હકે કાઉન્ટી ચેમ્પિયનશિપમાંથી અચાનક પોતાનું નામ પાછું ખેંચી લેનારા ઋતુરાજ ગાયકવાડનું સ્થાન લીધું છે.
Trending Photos
Ruturaj Gaikwad : ઋતુરાજ ગાયકવાડે અચાનક કાઉન્ટી ચેમ્પિયનશિપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ત્યારે તેના સ્થાને પાકિસ્તાની ઓપનર ઇમામ ઇંગ્લેન્ડની ડોમેસ્ટિક સિઝનના બાકીની મેચો માટે વિદેશી ખેલાડી તરીકે યોર્કશાયરમાં જોડાયો છે. યોર્કશાયર તરફથી એક સત્તાવાર નિવેદનમાં ઇમામ વિશે અપડેટ આપવામાં આવ્યું છે.
ઇમામના નામે 3 ટેસ્ટ સદી
28 વર્ષીય ઇમામે પાકિસ્તાન માટે ત્રણ ટેસ્ટ સદી અને નવ ODI સદી ફટકારી છે. હવે તે સ્કારબોરો ખાતે સરે સામે યોર્કશાયરની આગામી કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં રમવા માટે તૈયાર છે. ઋતુરાજે વ્યક્તિગત કારણોસર પોતાના નિર્ધારિત કાર્યકાળમાંથી ખસી ગયો હતો. ઇમામ પહેલા કાઉન્ટી ચેમ્પિયનશિપ રમી ચૂક્યો છે. વર્ષ 2022માં તેણે સેમસેટમાં યોગદાન આપ્યું.
ગેવિન હેમિલ્ટને અપડેટ આપ્યું
યોર્કશાયરના ક્રિકેટના જનરલ મેનેજર ગેવિન હેમિલ્ટને કહ્યું, 'અમને આનંદ છે કે ઇમામ અમારી સાથે જોડાયો છે અને તે તરત જ ઉપલબ્ધ થશે. જોકે ઋતુરાજ ટીમમાં જોડાઈ ન શકવાથી અમે સ્વાભાવિક રીતે નિરાશ હતા, અમારી પાસે ઇમામમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સાબિત થયેલ એક અપવાદરૂપ ખેલાડી છે. ઇમામનો રેકોર્ડ પ્રભાવશાળી છે અને તે પહેલાથી જ આ દેશના સ્થાનિક ક્રિકેટથી પરિચિત છે. જે અમને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં મદદ કરશે.'
આઈપીએલમાં ગાયકવાડ ઈજાગ્રસ્ત થયો હતો
આઈપીએલ 2025માં ઋતુરાજ ગાયકવાડ લાંબા સમય સુધી ઈજાગ્રસ્ત રહ્યો હતો. તેની ગેરહાજરીમાં એમએસ ધોનીએ સીએસકેનું નેતૃત્વ કર્યું હતું. આઈપીએલ 2025માં સીએસકે ખરાબ સ્થિતિમાં જોવા મળ્યું હતું. ટીમે સીઝન છેલ્લા સ્થાને સમાપ્ત કરી હતી. હવે જોવાનું એ રહે છે કે ગાયકવાડ મર્યાદિત ઓવરોમાં ક્યારે પરત ફરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે