ક્યાંક ભાવ વધ્યો તો ક્યાંક ઘટ્યો...પેટ્રોલ ડીઝલનો આજે શું છે ભાવ? ચેક કરો રેટ
Watch Video: બુધવારે સવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક શહેરોમાં થોડી રાહત મળી હતી. જ્યારે કેટલાક સ્થળોએ ભાવમાં વધુ વધારો થયો હતો. આવો જાણીએ આજે એટલે કે, 31 જુલાઈએ ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે. સમગ્ર ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ ૯૫.૧૩ રૂપિયા છે. આ સાથે વાત શહેરોની કરી લઈએ તો, અમદાવાદ માં આજે પેટ્રોલનો ભાવ 94.90 રૂપિયા પ્રતિ લિટર છે. છેલ્લો ફેરફાર 30 જુલાઈ, 2025 ના રોજ થયો હતો અને તેમાં +0.41 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે સુરતમાં 94.75, રાજકોટમાં 94.77 અને વડોદરામાં 94.23 રૂપિયા પ્રતિ લિટરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. આ સાથે તમને ડીઝલની કિંમતો પણ જણાવી દઈએ તો, સમગ્ર ગુજરાતમાં ડીઝલનો સરેરાશ ભાવ 90.81 રૂપિયા છે.