1 પ્લેન ક્રેશ, 1 ટ્રેન અકસ્માત, 3 કાર દુર્ઘટનામાં પણ બચી ગયો, જ્યાં બધાના મોત થયા... વિશ્વનો સૌથી નસીબદાર માણસ!

World Luckiest Man Frano Selak: ફ્રેન સેલકની કહાની કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. તેમનું જીવન એવી દુર્ઘટનાથી ભરેલું રહ્યું, જેમાં સામાન્ય રીતે કોઈ બચતું નથી. પરંતુ તે દર વખતે કોઈને કોઈ ચમત્કારિક રીતે મોતને માત આપતા રહ્યાં. તેમનું જીવન તે વાતનો પૂરાવો છે કો જો ભાગ્ય મહેરબાન હોય તો ભયાનક પરિસ્થિતિ પણ તમારૂ કંઈ બગાડી શકે નહીં.

 1 પ્લેન ક્રેશ, 1 ટ્રેન અકસ્માત, 3 કાર દુર્ઘટનામાં પણ બચી ગયો, જ્યાં બધાના મોત થયા... વિશ્વનો સૌથી નસીબદાર માણસ!

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં ગુરૂવારે બપોરે તે સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક-ઓફની ગણતરીની મિનિટોમાં દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી. લંડન જઈ રહેલા આ વિમાને અચાનક પોતાનું સંતુલન ગુમાવી દીધું અને શહેરના મેઘાણી નગર સ્થિત એક મેડિકલ કોલેજની ઈમારતમાં ટકરાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે આ ઈમારત હચમચી ગઈ અને કાટમાળમાં લોકો દટાયા હતા.

આ ભયાનક દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવિત બચી ગયો. લોકો તેને ચમત્કાર ગણી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેને ભગવાનનો માણસ કહેવામાં આવી રહ્યો છે. આવું એક નામ ફરી યાદ કરવામાં આવી રહ્યું છે ફ્રેન સેલકનું, એટલે તે વ્યક્તિ જેને દુનિયાનો સૌથી મોટો ભાગ્યશાળી વ્યક્તિ કહેવામાં આવે છે.

ફ્રેન સેલાકની કહાની કોઈ ફિલ્મની પટકથાથી ઓછી નથી. તેમનું જીવન એવા અકસ્માતોથી ભરેલું હતું જેમાં સામાન્ય રીતે કોઈ બચતું નથી. પરંતુ દરેક વખતે, કોઈને કોઈ ચમત્કારિક રીતે, તેમણે મૃત્યુને હરાવ્યું. તેમનું જીવન એ હકીકતનો જીવંત પુરાવો છે કે જો નસીબ તમારી બાજુમાં હોય, તો સૌથી ભયંકર પરિસ્થિતિઓ પણ તમને સ્પર્શી શકતી નથી.

બસ, ટ્રેન, વિમાન, કાર... ચારેય અકસ્માતોમાં મૃત્યુને સ્પર્શ કર્યા પછી ફ્રેન પાછો આવ્યો
ફ્રેનનો પહેલો અકસ્માત 1957માં થયો હતો, જ્યારે તે બસમાં મુસાફરી કરી રહ્યો હતો અને તે બસ અચાનક લપસીને નદીમાં પડી ગઈ. બધા મુસાફરોમાંથી ફક્ત થોડા જ લોકો બચી શક્યા અને ફ્રેન તેમાંથી એક હતો. આ પછી, એક ટ્રેન અકસ્માતમાં, તેનો બોગી પાટા પરથી ઉતરી ગયો અને સીધો નદીમાં પડી ગયો, આ વખતે પણ તે બચી ગયો. આ પછી, તેને વિમાનની મુસાફરી દરમિયાન બીજો આંચકો લાગ્યો. વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે, દરવાજો ખુલ્યો અને તે હવામાં પડી ગયો, પરંતુ સદભાગ્યે નીચે ઘાસનો ઢગલો હતો અને તેનો જીવ બચી ગયો. વિમાનમાં હાજર બાકીના લોકો માર્યા ગયા.

બે વખત કાર વિસ્ફોટમાં પણ બચી ગયો
એટલું જ નહીં ફ્રેન બે વખત કારના વિસ્ફોટમાં પણ માંડમાંડ બચ્યો હતો. એક વખત એન્જિનમાં ધમાકો થઈ અને કારમાં આગ લાગી, પરંતુ સમય રહેતા તેણે બહાર કૂદીને જીવ બચાવી લીધો. બીજી વખત કારનું ફ્યુલ ટેંક ફાટ્યું અને આગની લપેટોમાં વાહન આવી ગયું, પરંતુ ફ્રેનને કંઈ ન થયું. એક સમયે તે પહાડી રસ્તા પર હતો, જ્યારે તેની કાર અનિયંત્રિત થઈ ખાઈ તરફ લપસી ગઈ. તેણે ચાલતી કારમાંથી છલાંગ લગાવી અને એક ઝાડની ડાળીએ તેને પડતા રોકી લીધો હતો.

1 મિલિયન ડોલરની લોટરી પણ લાગી
આ તમામ મોતના આમંત્રણો છતાં ફ્રેન સેલક ન માત્ર જીવિત રહ્યો, પરંતુ અંતમાં તેણે એક ચોંકાવનારૂ કામ કરી દેખાડ્યું. તેણે લોટરીમાં આશરે 1 મિલિયન ડોલર (લગભગ 8.3 કરોડ રૂપિયા) જીત્યા, પરંતુ તેના જીવનનું સૌથી ખાસ પાસું તે રહ્યું કે તેણે આ બધા પૈસા આરામથી જીવવાની જગ્યાએ જરૂરિયાતમંદોને આપી દીધા. તેણે એક આલીશાન ઘર જરૂર ખરીદ્યું, પરંતુ થોડા સમય બાદ તે પણ વેંચી દીધું અને પોતાની પાંચમી પત્ની સાથે સાધારણ જીવન જીવવા લાગ્યો. તેણે લોટરીની થોડી બચેલી રકમથી પોતાની કૂલ્હાની સર્જરી અને એક ચર્ચમાં ઈશ્વરનો આભાર માનવા ખર્ચ કરી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news