રોમાન્સના ચક્કરમાં કંપનીના CEOએ ગુમાવી નોકરી, HR હેડ સાથેનો વીડિયો થયો હતો વાયરલ

Coldplay Kiss cam : જે જગ્યાએ પહોંચવામાં વર્ષો લાગ્યા તે એક વીડિયોને કારણે ક્ષણભરમાં ગુમાવવી પડી. કોલ્ડપ્લે કોન્સર્ટનો એક વીડિયો 11 લાખ કરોડની કંપનીના સીઈઓના રાજીનામાનું કારણ બન્યો. હવે તમે સમજી ગયા હશો કે અમે કઈ કંપની અને કયા કોન્સર્ટની વાત કરી રહ્યા છીએ.

રોમાન્સના ચક્કરમાં કંપનીના CEOએ ગુમાવી નોકરી, HR હેડ સાથેનો વીડિયો થયો હતો વાયરલ

Coldplay Kiss cam : તાજેતરમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં એસ્ટ્રોનોમરના સીઈઓ એન્ડી બાયર્ન અને એચઆર હેડ ક્રિસ્ટિન કેબોટનો રોમેન્ટિક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા બાદ ટેક કંપની એસ્ટ્રોનોમરે તેના CEO એન્ડી બાયર્નને બરતરફ કરી દીધા છે. 

વીડિયોને કારણે ગુમાવી નોકરી 

એન્ડી બાયર્ન વર્ષ 2023થી ટેક કંપની એસ્ટ્રોનોમરના સીઈઓ છે. તેઓ રૂપિયા 11,204 કરોડની કંપનીના બોસ હતા, પરંતુ કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન વાયરલ થયેલા વીડિયોના કારણે તેમને નોકરી ગુમાવવી પડી છે. 18 જુલાઈના રોજ ફેમસ રોક બેન્ડ કોલ્ડપ્લેની બોસ્ટનમાં એક કોન્સર્ટ હતી, જ્યાં એન્ડી બાયર્ન અને કંપનીના એચઆર હેડ ક્રિસ્ટિન કેબોટ પહોંચ્યા હતા. 

સ્ટેજ પર ક્રિસ માર્ટિનનું રોકિંગ પરફોર્મન્સ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક કપલ કેમેરામાં કેદ થયું, જે એકબીજાની બાહોમાં હતા. કેમેરો ફોકસ થતાં જ તેઓ પોતાના ચહેરા છુપાવવા લાગ્યા. આ વીડિયો બીજા કોઈનો નહીં પણ એન્ડી બાયર્ન અને ક્રિસ્ટિન કેબોટનો હતો. બાયર્ન પરિણીત છે અને તેના બે બાળકો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ટેક કંપનીએ આ કેસમાં સીઈઓ અને એચઆર હેડના અફેરની તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ તેમને હવે કંપનીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

એસ્ટ્રોનોમર શું કરે છે ?

એસ્ટ્રોનોમરની ફ્લેગશિપ કંપની એસ્ટ્રો માટે જાણીતી છે. કંપની અપાચે એરફ્લોનો ઉપયોગ કરીને ડેટા વર્કફ્લોનું સંચાલન કરે છે. કંપની અન્ય કંપનીઓને તેમના ડેટાનું સંચાલન કરવામાં મદદ કરે છે. 11 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી આ કંપની CEOના વાયરલ વીડિયોને કારણે ઘણી ચર્ચામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news