આ દેશમાં એક પછી એક ત્રણ મોટા ભૂકંપ, 7.4ની તીવ્રતા સાથે ધ્રુજી ધરા; સુનામીની ચેતવણી જાહેર
Russia Tsunami: રશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માત્ર 32 મિનિટમાં એક પછી એક ત્રણ શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે, આ ત્રણમાંથી સૌથી શક્તિશાળી ભૂકંપ 7.4નો હતો.
Trending Photos
Russia Earthquake: રશિયામાં રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક સાથે ત્રણ ભૂકંપથી આખું રશિયા હચમચી ગયું છે. ત્યારબાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ત્રણ ભૂકંપમાંથી સૌથી મજબૂત ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી. સૌથી મોટો ભૂકંપ પેટ્રોપાવલોવ્સ્ક-કામચત્સ્કી શહેરથી 144 કિલોમીટર પૂર્વમાં 20 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, રવિવારે પેટ્રોપાવલોવ્સ્ક-કામચટસ્કી કિનારા નજીકના એક જ વિસ્તારમાં 32 મિનિટના અંતરાલે ત્રણેય ભૂકંપ આંચકા અનુભવાયા હતા. USGSએ જણાવ્યું હતું કે, મોટા ભૂકંપ (7.4) ના લગભગ 30 મિનિટ પહેલા 6.7 અને 5.0 ની તીવ્રતાના બે અન્ય ભૂકંપ આવ્યા હતા. રશિયન શહેર પેટ્રોપાવલોવ્સ્ક-કામચટસ્કીની વસ્તી 163,152 થી વધુ છે અને તે પેસિફિક મહાસાગરની સામે કામચટકા ક્ષેત્રમાં સ્થિત છે. કામચટકા દ્વીપકલ્પ એક ભૂકંપીય ક્ષેત્ર છે કારણ કે તે પેસિફિક અને ઉત્તર અમેરિકન ટેક્ટોનિક પ્લેટોનું મિલન બિંદુ છે.
ટળી ગયો સુનામીનો ખતરો
PTWCએ શરૂઆતમાં કહ્યું હતું કે, મોટા સુનામીના મોજાઓનું જોખમ છે પરંતુ બાદમાં તેની ચેતવણી ઘટાડી અને અંતે કહ્યું કે, ખતરો ટળી ગયો છે. રશિયાના કટોકટી મંત્રાલયે બીજા ભૂકંપ પછી સુનામીની ચેતવણી પણ જાહેર કરી હતી. જાનહાનિ કે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી અને મંત્રાલયે કહ્યું કે, રહેવાસીઓને સ્થળાંતર કરવાની તેની કોઈ તાત્કાલિક યોજના નથી.
સુનામીની ચેતવણી ક્યારે જાહેર કરવામાં આવે છે?
સામાન્ય રીતે સતત ભૂકંપ પછી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે સમુદ્રના તળિયે ભૂકંપ આવે છે. આ ઉપરાંત જ્વાળામુખી ફાટવા, ભૂસ્ખલન અને ઉલ્કાપિંડના પ્રભાવને કારણે પણ સુનામી આવી શકે છે.
સુનામીની ચેતવણી પછી શું કરવું?
જ્યારે પણ વહીવટીતંત્ર દ્વારા સુનામીની ચેતવણી આપવામાં આવે છે, ત્યારે તમારે તે વિસ્તાર છોડીને સલામત સ્થળે જવું જોઈએ. વારંવાર ઊંચા સ્થળોએ જાઓ અને તમારી સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓ તમારી સાથે રાખો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે