Baba Vanga: બાપ રે..સાચી પડી બાબા વેંગા-નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી! 2025માં શરૂ થઈ રહ્યું છે વધુ એક યુદ્ધ

Baba Vanga: બાબા વેંગા અને નાસ્ત્રેદમસની યુદ્ધ અંગેની ભવિષ્યવાણી સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે વધુ એક યુદ્ધના ભણકારા જોવા મળી રહ્યા છે. 

Baba Vanga: બાપ રે..સાચી પડી બાબા વેંગા-નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી! 2025માં શરૂ થઈ રહ્યું છે વધુ એક યુદ્ધ

દ્વિતિય વિશ્વ યુદ્ધ હોય કે પછી જળવાયુ સંકટ. બલ્ગેરિયન ભવિષ્યવક્તા બાબા વેંગા અને નાસ્ત્રેદમસની અનેક ભવિષ્યવાણીઓ સાચી ઠરી છે. આ બંનેએ વર્ષ 2025માં યુદ્ધ અંગે પણ ભવિષ્યવાણી કરી હતી, જો કે યુરોપ ઉપરાંત હાલના દિવસોમાં આફ્રીકામાં પણ યુદ્ધ જેવી સ્થિતિ છે. કાંગો, સુડાન, અને કેન્યા યુદ્ધ સામે ઝઝૂમી રહ્યા છે. હવે સુડાને કેન્યા પર તેમના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો છે. જે અંગે સુડાને પણ જવાબી કાર્યવાહી કરવાની વાત કરી છે. 

કેન્યા પર લગાવ્યો આરોપ
સુડાનની સરકારે સોમવારે 24 ફેબ્રુઆરીના રોજ કેન્યા પર અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સિસ  (RSF)નો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સરકારે તેને ગંભીરતાથી લેતા કેન્યા વિરુદ્ધ કડક પગલાં  ભરવાનો નિર્ણય લીધો છે. સુડાનની વિદેશી મંત્રાલયના અપર સચિવ હુસૈન અલ અમીને પોર્ટ સુડાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, અમે આફ્રીકી સંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોને એક મેમોરેન્ડમ સોપીશું અને સુડાનના શત્રુતાપૂર્ણ વલણને જોતા તેના વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવા માટે તૈયાર છે. 

RSF ને સપોર્ટ કરી રહ્યું છે કેન્યા
તેમણે કહ્યું કે, અમે કન્યાઈ પ્રોડક્ટ્સના ઈમ્પોર્ટ પર  બેન લગાવવા સહિત આર્થિક કાર્યવાહી કરીશું, ખાસ કરીને એટલા માટે કારણ કે સુડાન કેન્યાના સૌથી મોટા ચાના આયાતકારોમાંથી એક છે. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ મુજબ સુડાની અધિકારીએ કેન્યા પર RSF ને સપોર્ટ કરવાનો આરોપ લગાવ્યો, જે એપ્રિલ 2023ના મધ્યથી સુડાની સશસ્ત્ર દળો (SAF) જોડે લડી રહ્યું છે. તેમણે કેન્યા તરફથી RSF અને તેના સહયોગીઓ માટે એક સંસ્થાપક ચાર્ટર પર  હસ્તાક્ષર સમારોહની મેજબાની કરીને એક શત્રુતાપૂર્ણ કાર્ય અને સુડાનના આંતરિક મામલાઓમાં સ્પષ્ટ હસ્તક્ષેપ કરવો ગણાવ્યો છે જેમાં સમાનાંતર સરકારની રચનાનું આહ્વાન કરાયું છે. 

કેન્યાને લગાવી ફટકાર
હુસૈન અલ અમીને કહ્યું કે કેન્યાનો વ્યવહાર સંયુક્ત રાષ્ટ્ર, આફ્રીકી સંઘ, વિકાસ પર આંતર-સરકારી પ્રાધિકરણ અને અન્ય સમેત તમામ આંતરરાષ્ટ્રીય ચાર્ટર અને સંધિઓનો ભંગ હતો. સુડાનના વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન બહાર પાડીને કેન્યાને RSF અને તેના સહયોગીઓની મેજબાની કરવા માટે ફટકાર લગાવી. ગત અઠવાડિયે RSF સુડાનના વિપક્ષી સમૂહોએ સુડાનમાં એક સમાનાંતર નાગરિક સરકાર સ્થાપિત કરવા માટે કેન્યાના નેરોબીમાં સુડાન સંસ્થાપક ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા. સુડાનમાં ગત વર્ષ એપ્રિલથી RSF અને RSF વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો મુજબ આ યુદ્ધમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 29,683  લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો બેઘર થયા છે. આ સંઘર્ષના કારણે સુડાનની અર્થવ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હજારો લોકો પાડોશી દેશોમાં શરણ લેવા માટે મજબૂર થયા છે. સ્થિતિ જોતા અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોએ સંધર્ષ વિરામની અપીલ કરી છે. પરંતુ અત્યાર સુધી કોઈ સ્થાયી સમાધાન નિકળી શક્યું નથી. (ઈનપુટ- IANS) 

 (Disclaimer: ભવિષ્યવાણીઓ વિશે અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news