મ્યાંમાર-થાઈલેન્ડમાં આવેલા ભૂકંપમાં હજારો લોકોના મોત? જુંટાથી પૈટોન્ગટાર્ન સુધી...જાણો લેટેસ્ટ અપડેટ

મ્યાંમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂંકપના આંચકા અન્ય અનેક દેશોમાં પણ અનુભવાયા. આ  ભૂકંપ એટલો શક્તિશાળી હતી કે પળભરમાં અનેક બહુમાળી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ. આ કુદરતી આફતમાં કેટલા લોકોના જીવ ગયા...જાણો અત્યાર સુધીની લેટેસ્ટ અપડેટ. 

મ્યાંમાર-થાઈલેન્ડમાં આવેલા ભૂકંપમાં હજારો લોકોના મોત? જુંટાથી પૈટોન્ગટાર્ન સુધી...જાણો લેટેસ્ટ અપડેટ

મ્યાંમાર અને થાઈલેન્ડમાં આવેલા ભીષણ ભૂકંપની વિનાશલીલામાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. કુદરતી આફતથી અત્યાર સુધીમાં 153થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મૃતકોનો આંકડો હજુ વધી શકે છે. ભૂકંપમાં 700થી વધુ  લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે. ભયાનક તબાહી મચાવનારા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7ની રહી. પાડોશી થાઈલેન્ડથી લઈને ચીન સુધી લોકોએ ભૂકંપના ઝટકા મહેસૂસ કર્યા. 

મ્યાંમારમાં 144 મોતની પુષ્ટિ
મ્યાંમારની સૈન્ય સરકારના પ્રમુખ, સીનિયર જનરલ મિન આંગ હ્યાઈંગે ટેલિવિઝન પર જાહેરાત કરતા કહ્યું કે મૃતકો અને ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે. તેમણે કહ્યું કે દેશમાં ઓછામાં ઓછા 144 લોકોના મોત થયા છે અને 730 જેટલા લોકો ઘાયલ થયા છે. જ્યરે થાઈલેન્ડમાં બેંગકોકક શહેરના અધિકારીઓએ કહ્યું કે ત્રણ બાંધકામ સાઈટ પર 10 લોકો માર્યા ગયા અને 16 ઘાયલ થયા છે. જ્યારે 101 લોકો ગૂમ છે. જેમાં એક બહુમાળી ઈમારત પણ સામેલ છે. 7.7 ની તીવ્રતાનો ભૂકંપ બપોરના સમયે આવ્યો જેનું કેન્દ્ર મ્યાંમારના બીજા સૌથી મોટા શહેર માંડલે પાસે હતું. 

એક બાદ એક આવેલા આફ્કટર શોક્સમાં એકની તીવ્રતા 6.4 માંપવામાં આવી હતી. મ્યાંમારની રાજધાની નેપીતાથી આવેલી તસવીરોમાં  બચાવ ટુકડી અનેક ઈમારતોના કાટમાંળમાંથી પીડિતોને કાઢતા જોવા મળે છે. મ્યાંમારની સરકારે એ પણ કહ્યું કે સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં લોકોના જીવ બચાવવા માટે વધુ સંઘર્ષ કરવો પડ્યો. 

જુંટાથી લઈને પીએમ શિનાવાત્રાએ આખો દિવસ શું કર્યું?
ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ મ્યાંમારમાં અત્યાર સુધીમાં 144 લોકોના મોત થઈ ચૂક્યા છે. થાઈલેન્ડની રાજધાની  બેંગકોકની એક 30 માળની નિર્માણધીન ઈમારત ભૂકંપના ઝટકાથી જમીનદોસ્ત થઈ ગઈ. જેમાં 8 લોકોના મોત થયા. આ ઉપરાંત 100થી વધુ લોકો ઈમારતના કાટમાંળ નીચે દટાયા હોવાની આશંકા છે. 

ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ મુજબ ભૂકંપની ડઝનો જેટલી ઈમારતો તૂટી પડી એક પુલ અને એક બંધ તૂટ્યા. મ્યાંમારમાં ઓછામાં ઓછા 144 લોકોના મોત થયા જ્યાં બે સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંથી આવેલી તસવીરો અને વીડિયોમાં ભારે નુકસાન જોવા મળે છે. થાઈલેન્ડની રાજધાનીમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. દુનિયાના સૌથી ગરીબ દેશોમાંથી એક મ્યાંમારમાં મોતનો આંકડો, ઘાયલોની સંખ્યા અને વિનાશની સંપૂર્ણ વિગતો હજુ સુધી પૂરેપૂરી સ્પષ્ટ થઈ નથી. 

ભૂકંપની તબાહી ઝેલી રહેલા લોકોને જલદી રાહત પહોંચાડવા માટે અને દેશના હાલાત સંભાળવા માટે મ્યાંમારના શાસક જુંટાએ આંતરરાષ્ટ્રીય મદદની અપીલ કરી છે. જ્યારે થાઈ પ્રધાનમંત્રી પૈટોન્ગટાર્ન શિનાવાત્રા પણ શુક્રવારે એક્શન મોડમાં જોવા મળ્યા. તેમની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ પોતાના ઓફિસરો અને રેસ્ક્યૂ ટીમો સાથે ઈમરજન્સી બેઠક કરતા જોવા મળે છે. આ સંપૂર્ણ તબાહી  અંગે કેટલાક અમેરિકી વિશેષજ્ઞોનું માનવું છે કે કુદરતી આફતમાં હજારો લોકોના મોત થયા હોઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news