ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, આ વર્ષ સૌથી વધુ ગરમ રહેવાની શક્યતા; માર્ચે દઝાડ્યા, મે મહિનામાં શું થશે?

IMD Hatwave Alert: ભારતમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેના કારણે વિવિધ રાજ્યના લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. તેની વચ્ચે હવામાન નિષ્ણાતોએ એવી આગાહી કરી છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થવાનો છે.

ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, આ વર્ષ સૌથી વધુ ગરમ રહેવાની શક્યતા; માર્ચે દઝાડ્યા, મે મહિનામાં શું થશે?

IMD Hatwave Alert: ભારતમાં માર્ચ મહિનામાં જ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. અનેક રાજ્યોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચી ગયો છે. જેના કારણે લોકો અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. તેની વચ્ચે હવામાન નિષ્ણાતોએ ડરામણી આગાહી કરી છે. જેમાં 2025નું વર્ષ સૌથી ગરમ રહેશે અને હીટવેવના દિવસો પણ બમણા રહેશે. ત્યારે ચાલો જાણીએ હવામાન નિષ્ણાતોએ કરેલી આગાહી વિશે.

હવામાન વિભાગની આગાહી
હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે, આ વખતે દેશમાં અપેક્ષા કરતાં ગરમી વધુ રહેવાની શક્યતા છે. આ વખતે 10થી 12 દિવસ સતત લૂ લાગશે. હીટવેવના દિવસોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ઉત્તર-પશ્વિમ રાજ્યોમાં ગરમીના દિવસો વધવાની સંભાવના છે. જેમાં હરિયાણા, પંજાબ. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને દિલ્લી જેવા રાજ્યનો સમાવેશ થાય છે.

પહાડોથી લઈ મેદાન સુધી રહેશે ગરમીનો કહેર
મેદાની રાજ્યોમાં ગરમીનો પારો વધતાં જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના કારણે તેઓ ઠંડક મેળવવા માટે પહાડી રાજ્યોમાં પહોંચી રહ્યા છે. તેમાંથી એક જમ્મુ કાશ્મીર છે. અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ શ્રીનગરના દાલ લેક ખાતે જોવા મળ્યા છે. જ્યાં તેમણે શિકારા રાઈડની મજા માણી અને ઠંડકનો અહેસાસ કર્યો છે.

કર્ણાટકના કલબુર્ગી શહેરમાં ગરમીનો પારો હાઈ જતાં અહીંયા લોકો પોતાના પરિવાર સાથે સ્વિમિંગ પુલમાં જોવા મળ્યા છે. કર્ણાટકમાં આમ પણ ઉનાળાની ગરમી લોકોને બહુ પરેશાન કરે છે. 

બીજુ તરફ તમિલનાડુના ત્રિચિ શહેરમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ગરમીથી બચવા માટે છત્રીની મદદ લઈ રહ્યા છે. તો કેટલાંક લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. 

માર્ચે દઝાડ્યા, મે મહિનામાં શું થશે?
આટલી ગરમીમાં આ હાલત છે તો વિચાર કરો ગરમીનો પારો 45 ડિગ્રી કે 48 ડિગ્રી સુધી પહોંચશે ત્યારે શું હાલત થશે? આવું અમે ડરાવવા માટે નથી કહી રહ્યા. પરંતુ મે મહિનામાં અનેક રાજ્યોમાં આટલી ગરમી નોંધાશે તે નક્કી છે અને આમ પણ ભારતમાં હિટવેવના દિવસોની સંખ્યા છેલ્લાં 10 વર્ષમાં વધી છે.

2015માં 86 દિવસ હીટવેવના રહ્યા છે.
2016માં 150 દિવસ હીટવેવના રહ્યા છે.
2017માં 123 દિવસ હીટવેવના રહ્યા છે.
2018માં 90 દિવસ હીટવેવના રહ્યા છે.
2019માં 174 દિવસ હીટવેવના રહ્યા છે.
2020માં 42 દિવસ હીટવેવના રહ્યા છે.
2021માં 36 દિવસ હીટવેવના રહ્યા છે.
2022માં 202 દિવસ હીટવેવના રહ્યા છે.
2023માં 239 દિવસ હીટવેવના રહ્યા છે.
2024માં 554 દિવસ હીટવેવના રહ્યા છે.

હીટવેવના દિવસોની સંખ્યામાં થશે વધારો
તમારા મનમાં સવાલ થતો હશે કે વર્ષના 365 દિવસ જ હોય તો પછી 2024માં કેમ 554 દિવસ હિટવેવના રહ્યા છે? તો તેનો જવાબ છે દેશના રાજ્યોમાં નોંધાયેલી હિટવેવની  ઘટનાઓ છે, કેલેન્ડરના દિવસો નહીં. જો કે, સરેરાશ તાપમાન કરતાં 5 ડિગ્રી વધારે તાપમાન હોય તો તેને હીટવેવ માનવામાં આવે છે. હાલમાં પર્વતોથી લઈને મેદાની રાજ્યો સુધી તાપમાન સામાન્ય કરતાં વધુ જ નોંધાય છે. તેનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. એટલે આ વર્ષે પણ હીટવેવની ઘટનાઓ વધુ નોંધાશે તે નક્કી છે. એટલે લોકોએ તેના માટે તૈયાર રહેવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news