પાકિસ્તાનમાં ભારે કોહરામ, બલૂચ વિદ્રોહીઓએ રિમોટ બોમ્બથી પાક સૈનિકોની ગાડી ઉડાવી, 12ના મોત

પાકિસ્તાનને એક પછી એક ફટકા પડી રહ્યા છે. ભારતે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો અને હવે બલૂચિસ્તાન લિબરેશન આર્મીના વિદ્રોહીઓએ બોલન ઘાટીમાં પાકિસ્તાની સૈનિકો ભરેલા એક વાહનને ઉડાવી દીધુ. જેમાં 12 જવાનોના મોત થયા છે. 

પાકિસ્તાનમાં ભારે કોહરામ, બલૂચ વિદ્રોહીઓએ રિમોટ બોમ્બથી પાક સૈનિકોની ગાડી ઉડાવી, 12ના મોત

પહેલગામ આતંકી હુમલા બાદથી ભારતનું વલણ પાકિસ્તાન પ્રત્યે ખુબ આક્રમક જોવા મળી રહ્યું છે. ભારતે મંગળવાર બુધવારની મધરાતે એક જોરદાર એર સ્ટ્રાઈકને અંજામ આપ્યો અને પાકિસ્તાન તથા પીઓકેના 9 જેટલા આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા. આ હવાઈ હુમલામાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળે છે. આ હુમલામાં મુરીદકેથી લઈને બહાવલપુર સુધી લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદના ઠેકાણા ધ્વસ્ત કરાયા છે. આ બધા વચ્ચે પાકિસ્તાનને આંતરિક સ્તરે પણ મોટો ફટકો પડ્યો છે. બલુચિસ્તાન લિબરેશન આરમીના વિદ્રોહીઓએ રિમોટ બોમ્બથી પાકિસ્તાની સેનાના જવાનોથી ભરેલું વાહન ઉડાવી દીધુ. જેમાં તેમાં સવાર તમામ જવાનો માર્યા ગયા છે. 

આ ઉપરાંત બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાનના એન્ટી બોમ્બ સ્ક્વોર્ડને ટાર્ગેટ કરતા એક આઈઈડી વિસ્ફોટ પણ કર્યો જેમાં બે સૈનિક  માર્યા ગયા છે. ભારત સાથે સરહદે ચાલી રહેલા તણાવ  અને એરસ્ટ્રાઈક વચ્ચે પાકિસ્તાનને આ મોટો ફટકો મળ્યો છે. પહેલો હુમલો બલૂચ લિબરેશન આર્મીએ બોલન ઘાટીના શોરકંડમાં કર્યો. આ એટેકમાં 12 પાકિસ્તાની સૈનિકોના મોત થયા જે ગાડીમાં સવાર થઈને એક મિશન પર નીકળ્યા હતા. આ નેતૃત્વ સ્પેશિયલ ઓપેરશન્સ કમાન્ડર તારિક ઈમરાન કરતા હતા. આ ઉપરાંત સૂબેદાર ઉમર ફારૂક પણ હુમલામાં માર્યા ગયા છે. 

— Crystal Clear (@Crystal_x_Clear) May 8, 2025

બીજા બોમ્બ વિસ્ફોટમાં 2 સૈનિકોના મોત
બીએલએ તરફથી કરાયેલો રિમોટ બોમ્બ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વાહનના ફૂરચા ઉડી ગયા. બીજો હુમલો બીએલએએ કચ્છના કુલાગ તિગરાનમાં કર્યો. અહીં પણ બીએલએ વિદ્રોહીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો. બુધવારે  બપોરે લગભગ પોણા ત્રણ વાગે  કરાયો. આ હુમલામાં એન્ટી બોમ્બ સ્ક્વોડના બે જવાનો માર્યા ગયા. જે પાકિસ્તાની સેના સાથે જોડાયેલા હતા. આમ પાકિસ્તાની સેનાને એક જ દિવસમાં 14 સૈનિકો ગુમાવવાનો વારો આવ્યો. 

આ હુમલા બાદ બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તા જિયાંદ બલૂચનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તમે જોઈ શકો છો કે કેવી રીતે પાકિસ્તાનની સેના બસ ચીનના બનાવેલા પ્રોજેક્ટ્સની સુરક્ષામાં રચીપચી રહે છે. આ પાકિસ્તાનની સેના નહીં પરંતુ એક બિઝનેસ ગ્રુપ છે. તેમણે કહ્યું કે અમે પાકસ્તાનની સેના વિરુદ્ધ અમારી જંગ ચાલુ રાખીશું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news