Russian Plane: ટેકઓફ બાદ હવામાં ગાયબ થઈ ગયું રશિયાનું વિમાન, 50 લોકો હતા સવાર, સર્ચ ઓપરેશન શરૂ

Russian plane missing: રશિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અહીં ટેકઓફ બાદ એક પ્લેન હવામાં ગાયબ થઈ ગયું છે. તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો છે.

Russian Plane: ટેકઓફ બાદ હવામાં ગાયબ થઈ ગયું રશિયાનું વિમાન, 50 લોકો હતા સવાર, સર્ચ ઓપરેશન શરૂ

Breaking News: રશિયાનું એક યાત્રી વિમાન ટેકઓફ બાદ હવામાં ગાયબ થઈ ગયું છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે આ વિમાન 50 લોકોને લઈને ચીનની સરહદ નજીક અમૂર વિસ્તારના ટિંડા શહેર તરફ જઈ રહ્યું હતું, પરંતુ અધવચ્ચે તેનો સંપર્ક એર ટ્રાફિક કંટ્રોલ સાથે તૂટી ગયો છે. જાણકારી પ્રમાણે પ્લેનમાં ક્રૂની સાથે-સાથે યાત્રીકો પણ સવાર હતા.

રશિયાનું An-24 યાત્રી વિમાન ગુરૂવારે ગાયબ થયું છે અને તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ સુધી વિમાનની કોઈ જાણકારી મળી નથી. લોકલ ઈમજરન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે રશિયાની એરલાઈન અંગારાનું પેસેન્જર વિમાન રડાર સ્ક્રીનથી અચાનક ગાયબ થઈ ગયું અને બીજીવાર તેની સાથે સંપર્ક થઈ શક્યો નથી. પ્લેનમાં પાંચ બાળકો સહિત 43 યાત્રી અને ચાલક દળના છ સભ્યો સવાર હતા.

રોઇટર્સે સ્થાનિક કટોકટી મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે વિમાન અચાનક રડાર સિસ્ટમમાંથી ગાયબ થઈ ગયું. આ ઘટના ગંતવ્ય સ્થાન પર પહોંચવાના થોડા કિલોમીટર પહેલા બની હતી. સ્થાનિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે વિમાનમાં 43 મુસાફરો હતા. આ ઉપરાંત, 6 ક્રૂ સભ્યો પણ હતા. તમને જણાવી દઈએ કે 21 જૂને પણ એક ઘટના બની હતી, જેમાં બાંગ્લાદેશ વાયુસેનાનું વિમાન એક શાળાની ટોચ પર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 27 લોકોના મોત થયા હતા, જ્યારે 78 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 25 બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણા 12 વર્ષથી ઓછી ઉંમરના હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news