બચીને રહેજો આ મહિલાથી! ડેટિંગ એપ્સ પર પુરુષોને ફસાવીને આપતી હતી ડ્ર્ગ્સ, પછી પૈસા-ગાડી ચોરીને રફુચક્કર

એક અમેરિકન મહિલાએ ડેટિંગ એપ્સ દ્વારા અનેક પુરુષોને ફસાવ્યા અને પછી તેમને નશીલો પદાર્થ આપીને તેમની સાથે લૂટફાટ કરી. મહિલા હવે પોલીસ કસ્ટડીમાં છે. 

બચીને રહેજો આ મહિલાથી! ડેટિંગ એપ્સ પર પુરુષોને ફસાવીને આપતી હતી ડ્ર્ગ્સ, પછી પૈસા-ગાડી ચોરીને રફુચક્કર

ડેટિંગ પ્લેટફોર્મ્સનો ઉપયોગ પાર્ટનર શોધવા માટે થતો હોય છે. જો કે એક મહિલાએ તેનો ઉપયોગ કરીને અનેક પુરુષો સાથે ફ્રોડ આચર્યું. મહિલા ડેટિંગ એપ્સ દ્વારા અનેક પુરુષોને મળતી હતીઅને પછી તેમને ડ્રગ્સ આપીને તેમનો કિમતી સામાન લૂંટી લેતી હતી. જો કે હવે આ મહિલા પકડાઈ ગઈ છે અને પોતાની સજાની રાહ જોઈ રહી છે. 

ડેટિંગ એપ્સથી ફસાવ્યા પુરુષોને
આ મામલો અમેરિકાના લાસ વેગાસ શહેરનો છે. અહીં 43 વર્ષની ઓરોરા ફેલ્પ્સ નામની મહિલા પર ડેટિંગ એપ્સ દ્વારા અનેક પુરુષોને મેક્સિકોમાં ફસાવવા અને તેમને નશીલો પદાર્ષ આપીને તેમના પૈસા ચોરી કરવા અને પૈસા સંલગ્ન માહિતી મેળવવાનો આરોપ છે. આ અંગે FBI એ મહિલાની જાળમાં ફસાયેલા એક પુરુષનો સંપર્ક કર્યો અને તેની પાસેથી આ મામલે માહિતી ભેગી કરી. FBI  તરફથી પીડિતોનું નામ ઉજાગર કરવામાં નહીં આવે. 

બેહોશ કરીને ચોરતી હતી સામાન
રિપોર્ટ્સ મુજબ ફેલ્પ્સ પીડિતોની ગાડી ચોરી કરતી હતી. તેમના બેંક એકાઉન્ટથી પૈસા ચોરતી હતી અને તેમના ક્રેડિટ કાર્ડથી પોતાના માટે લક્ઝરી સામાન લેતી ઔપ ગોલ્ડ લેતી હતી. એટલું જ નહીં તે આ પુરુષોને સ્ટેરોઈડ આપીને તેમના સોશિયલ સિક્યુરિટી અને રિટાયરમેન્ટ એકાઉન્ટ વિશે પણ માહિતી ભેગી કરતી હતી. મહિલા હાલ મેક્સિકોમાં કસ્ટડીમાં છે. તેના પર ચોરી સહિત 21 કેસ દાખલ છે. તેના પર એક વ્યક્તિના મોતનો પણ આરોપ છે. 

જેલ જશે મહિલા
રિપોર્ટ્સ મુજબ ફેલ્પ્સ એક વ્યક્તિને બેહોશ કરીને વ્હીલચેરમાં યુએસ-મેક્સિકો બોર્ડર પર લાવી હતી. અહીં એક હોટલમાં વ્યક્તિનું મોત થયું હતું. આ કેસમાં તેણે એક વ્યક્તિને ડ્રગ્સ આપીને તેનો આઈફોન, ડ્રાઈવિંગ લાઈસન્સ અને આઈપેડ ચોરી કર્યા હતા. અધિકારીઓના જણાવ્યાં મુજબ ફેલ્પ્સ પુરુષોને ફસાવવા માટે ટિંડર,  બંબલ, અે હિંજ જેવી ડેટિંગ એપ વાપરતી હતી. ફેલ્પ્સને આજીવન કેદની સજા થઈ શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news