7000 કાર, 1788 રૂમનો આલીશાન મહેલ, વાળ કપાવવા માટે 16 લાખનો ખર્ચ, આલીશાન જીવન જીવે છે આ સુલ્તાન

આજે અમે તમને દુનિયાના એક એવા વ્યક્તિનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેની પાસે ઘણી બધી કાર છે. આ સાથે આ વ્યક્તિ પોતાના વાળ કપાવવા માટે 16 રૂપિયા ખર્ચે છે. આવો જાણીએ કોણ છે આ વ્યક્તિ અને તેની નેટવર્થ કેટલી છે.

7000 કાર, 1788 રૂમનો આલીશાન મહેલ,  વાળ કપાવવા માટે 16 લાખનો ખર્ચ, આલીશાન જીવન જીવે છે આ સુલ્તાન

આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે માહિતી આપીશું જેની પાસે એક બે નહીં પરંતુ 600 રોલ્સ રોય કાર છે. તેને દુનિયા કારોના સુલ્તાન કહે છે. આ સુલ્તાનની પાસે 7000 કાર છે. આ સુલ્તાનની સંપત્તિનો અંદાજ તમે એ રીતે લગાવી શકો કે તે વાળ કપાવવા માટે પણ 20000 ડોલર સુધી ખર્ચ કરે છે એટલે કે આશરે 16 લાખ રૂપિયા.

અમે વાત કરી રહ્યા છીએ બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાની, તેમની પાસે 7,000 કાર છે જેમાં લગભગ 600 રોલ્સ રોયસ અને 450 ફેરારી છે. આ વ્યક્તિ પાસે દુનિયામાં સૌથી વધુ કાર છે. સુલતાન હસનલ બોલ્કિયાની તમામ કારની કિંમત 5 અબજ ડોલરથી વધુ છે. તમને જણાવી દઈએ કે તેમના કાર કલેક્શનને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યું છે. માત્ર તેના ખૂબ જ નજીકના મિત્રો અને પરિવાર જ તેનું કાર કલેક્શન જોઈ શકે છે. સુલતાનના ભાઈ પ્રિન્સ જેફ્રીને પણ કારનો ઘણો શોખ છે.

સુલ્તાન પાસે 600 Rolls Royce કાર છે, તેમ કહેવામાં આવે છે કે Rolls Royce પ્રત્યે તેમના આ પ્રેમે આ કાર કંપનીને મુશ્કેલ સમયમાં સહારો આપ્યો હતો. હકીકતમાં 1990ના દાયકાની શરૂઆતમાં વેચાતી લગભગ અડધી Rolls Royce અને Bentley કાર સુલ્તાન અને તેમના પરિવારે ખરીદી હતી.

સુલ્તાનનું કાર કલેક્શન
બ્રુનેઈના સુલ્તાન હસનલ બોલ્કિયાહની પાસે 7000 કાર છે. હસનલ બોલ્કિયાહના કલેક્શનમાં 1996 Bentley Buccaneer, Bentley Camelot, Phoenix, Imperial, Rapier, Pegasus, Silverstone અને Spectre પણ સામેલ છે. 

તેમની રોલ્સ રોયસ સિલ્વર સ્પુર II ખૂબ પ્રખ્યાત છે, જેનો ઉપયોગ તેમના લગ્નના દિવસે કરવામાં આવ્યો હતો. તે 24 કેરેટ સોનાથી કોટેડ છે. અહેવાલો અનુસાર, બેંટલીએ તેમને સત્તાવાર રીતે બનાવ્યા નથી. આ તમામ કાર સુલતાનના કહેવા પર ખાસ ઓર્ડર પર બનાવવામાં આવી હતી.

સુલ્તાન પાસે પોતાની એરલાઇન પણ છે, એક બોઇંગ 747-400, એક બોઇંગ  767-200 અને એક એરબસ A340-200 છે. તેને ફ્લાઇંગ પેલેસના નામથી ઓળખવામાં આવે છે, સોના અને રેડ ક્રિસ્ટલથી શાનદાર રીતે તેને સજાવવામાં આવ્યું છે. આ પ્લેનની કિંમત લગભગ 400 મિલિયન ડોલર છે. હસનલ બ્રિટનના દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીય બાદ દુનિયામાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન કરનાર સમ્રાટ છે.

સુલ્તાનની નેટવર્થ
બ્રુનેઈના સુલ્તાન હસનલ બોલ્કિયાહની નેટવર્થ આશરે 30 અબજ ડોલર છે. સુલ્તાન હસનલ બોલ્કિયાહ આલીશાન જીવન જીવે છે. તેનો મહલ Istana Nurul Iman દુનિયાના સૌથી મોટા મહેલોમાંથી એક છે. આ મહેલ 2.1 મિલિયન વર્ગ ફૂટમાં ફેલાયેલું છે, તેમાં 1788 રૂમ, 257 બાથરૂમ, 5 સ્પિમિંગ પૂલ, 44 આરસની સીડીઓ છે, તેમાં 11 ગેરેજ પણ છે. આ મહેલનું નિર્માણ 194માં 1.4 બિલિયન ડોલરમાં થયું હતું. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર તેનો મહેલ ઇસ્તાના નૂરલ ઇમાન પેલેસ દુનિયાનો સૌથી મોટો આવાસીય મહેલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news