Most Dangerous Drones : પાકિસ્તાનનું ટર્કિશ ડ્રોન તો 'રમકડું' નીકળ્યું...ખરી તાકાત તો દુનિયાના આ 3 ડ્રોનમાં છે!

Most Dangerous Drones : પાકિસ્તાને 9-10 મેની રાત્રે ભારત પર ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા. આ હુમલામાં તુર્કીના 'એસીસગાર્ડ સોન્જર ડ્રોન'નો કાટમાળ મળી આવ્યો હતો. દુનિયામાં કેટલાક ડ્રોન એવા છે જે આનાથી પણ વધુ ખતરનાક છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

Most Dangerous Drones : પાકિસ્તાનનું ટર્કિશ ડ્રોન તો 'રમકડું' નીકળ્યું...ખરી તાકાત તો દુનિયાના આ 3 ડ્રોનમાં છે!

Most Dangerous Drones : પાકિસ્તાને ભારત પર કરેલા ડ્રોન હુમલાઓને ભારતીય સેનાએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન એક ટર્કિશ ડ્રોનની વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ ડ્રોનનું નામ 'એસિસગાર્ડ સોન્જર ડ્રોન' છે. તુર્કી સેના 2020થી તેનો ઉપયોગ કરી રહી છે. એસિસગાર્ડ સોંગાર તુર્કીની પ્રથમ ડ્રોન સિસ્ટમ છે. પછી તુર્કીએ તેને અન્ય દેશોને પણ વેચ્યા હતા. જોકે, દુનિયામાં આનાથી પણ વધુ ખતરનાક ડ્રોન છે.

એસીસગાર્ડ સોંગર ડ્રોન

કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'પાકિસ્તાની ડ્રોનના કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે.' પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તુર્કીના એસિસગાર્ડ સોંગર ડ્રોન છે. આ ડ્રોન એટલા માટે બનાવવામાં આવ્યું છે કે જમીન પર હાજર સૈનિકોની તાકાત અને માહિતી મળી શકે. તે અંકારાની એક કંપની એસીસગાર્ડ દ્વારા બનાવવામાં આવ્યું હતું, તેથી તેનું નામ 'એસીસગાર્ડ' છે.

દુનિયાના 3 સૌથી ખતરનાક ડ્રોન

અમેરિકાનું MQ-9 રીપર

અમેરિકાનું MQ-9 રીપર ડ્રોન દેખાવમાં સાદું લાગે છે, પણ તે અત્યંત શક્તિશાળી છે. તે માણસો દ્વારા નિયંત્રિત થાય છે. ભારતમાં તેને 'શિકારી-કિલર' ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 8 હેલફાયર મિસાઇલો અને 500 પાઉન્ડ સુધીના બોમ્બ વહન કરવામાં સક્ષમ છે.તે દુશ્મન ટેન્ક અને ઠેકાણાઓને એક જ વારમાં નષ્ટ કરી દે છે, તેથી તેને વિશ્વનું સૌથી ખતરનાક ડ્રોન કહેવામાં આવે છે.

ઈરાનનો મોહજિર-6

ઈરાનનું મોહજિર-6 ડ્રોન જાસૂસી અને હુમલો બંને કરવામાં સક્ષમ છે. તે દુશ્મન પર નજર રાખે છે અને CAM અને અલ્માસ મિસાઇલોથી પણ હુમલો કરી શકે છે. તે ફક્ત લાંબા અંતર સુધી ઉડી શકતું નથી, પરંતુ તે ટાર્ગેટને સટીક રીતે હીટ પણ શકે છે.

રશિયાનું જાલા લેન્સેટ

યુક્રેન સામેના યુદ્ધમાં આ રશિયન ડ્રોનનો ઘણો ઉપયોગ થયો છે. આને લોઇટરિંગ મ્યુનિશન ડ્રોન પણ કહેવામાં આવે છે. એક રીતે તે એક ઉડતો બોમ્બ છે, જેનું વજન લગભગ 12 કિલોગ્રામ છે. આ ડ્રોન 3 કિલો વિસ્ફોટકોથી સજ્જ છે. જીપીએસ અને કેમેરાની મદદથી તે ટાર્ગેટને ઓળખે છે અને સીધો હુમલો કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news