Tulsi Plant: ઉનાળામાં તુલસીનો છોડ કરમાવા લાગે તો માટીમાં ઉમેરી દો આ વસ્તુ, સુકાશે નહીં અને ઝડપથી વધશે છોડ
Gardening Tips For Tulsi Plant: ઉનાળા દરમિયાન તુલસીનો છોડ ઝડપથી સુકાવા લાગે છે. જો ઘરના તુલસી પણ કરમાઈ રહ્યા હોય તો આ સરળ ટીપ્સ અજમાવજો. તુલસીની માટીમાં આ વસ્તુ ઉમેરી દેવાથી તુલસી સુકાશે નહીં.
Trending Photos
Gardening Tips For Tulsi Plant: ઉનાળો આવતા જ ઘરમાં રહેલા તુલસી સહિતના છોડ પર તેની અસર દેખાવા લાગે છે. ગરમી, તડકો અને સુકી હવાના કારણે તુલસીનો છોડ ઝડપથી સુકાવા લાગે છે. ગરમી શરુ થાય એટલે તુલસીના પાન સુકાઈને ખરવા લાગે છે. પરંતુ જો તમે તુલસીના છોડની માટીમાં એક વસ્તુ ઉમેરી દેશો તો છોડ કરમાશે નહીં.
ગરમીમાં તુલસીના છોડનું ધ્યાન આ રીતે રાખો
1. ઉનાળો શરુ થાય એટલે તુલસીની માટીમાં મીઠું અને હળદરનું પાણી ઉમેરો. તેનાથી તુલસીમાં થતું સંક્રમણ અટકી શકે છે.
2. તુલસીના છોડ પર ડાયરેક્ટ તડકો આવતો હોય તો પણ છોડ સુકાવા લાગે છે. તેથી ઉનાળામાં છોડને એવી જગ્યાએ રાખો જ્યાં સવારે થોડીવાર જ તડકો આવતો હોય.
3. ઉનાળામાં પણ તુલસીના છોડમાં વધારે પડતું પાણી આપવું નહીં. વધારે પાણીથી પણ છોડમાં ફંગસ લાગી જાય છે.
4. ઉનાળામાં તુલસીની કટાઈ પર ધ્યાન આપવું. એટલે કે જે ડાળ અને પાન સુકાઈ ગયા હોય તેને કાપીને અલગ કરો.
5. તુલસીના છોડને હંમેશા મોટા કુંડામાં વાવવો જોઈએ. તુલસી માટે કુંડું તૈયાર કરો ત્યારે તેમાં માટી, રેતી અને ઓર્ગેનિક ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે