'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ
Supreme Court Orders On Stray Dogs: પહેલા વહીવટીતંત્ર રખડતા કૂતરાઓની નસબંધી કરીને તેને તે જ વિસ્તારમાં પાછા છોડી દેતું હતું. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પકડવામાં આવેલા કૂતરાઓને કોઈપણ સંજોગોમાં તે જ વિસ્તારમાં પાછા છોડવામાં આવશે નહીં.
Trending Photos
Supreme Court Orders On Stray Dogs: રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ડ દ્વારા દિલ્હી-NCR માટે જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે દેશવ્યાપી સ્તર પર લાગુ કરવાની માંગ કરી છે. પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમે કહ્યું કે, રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશો દરેક શહેર અને નગરમાં લાગુ કરવામાં આવે. તેમણે કહ્યું કે, રખડતા કૂતરાઓને પકડવા અને તેમને ડોગ શેલ્ટર હોમમાં રાખવા એ મુશ્કેલ કાર્ય નથી.
ફક્ત સરકારી જમીનની જરૂરત
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, આ કાર્ય માટે કોઈપણ શહેરને માત્ર શહેરની બહારના વિસ્તારમાં સરકારી અથવા મ્યુનિસિપલ જમીનની જરૂર હોય છે. જમીનને સમતળ કરીને તેના પર વાડ લગાવી દેવામાં આવી છે અને કૂતરાઓને બંધ જગ્યામાં રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે, બેશક તે કૂતરાઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.
ચિદમ્બરમે કહ્યું કે, રખડતા કૂતરાઓ માટે ખોરાક અને પાણી પૂરું પાડવાના આર્થિક રસ્તાઓ છે. તે પદ્ધતિઓનો સમયસર વિચાર કરી શકાય છે, પરંતુ પહેલું કામ રખડતા કૂતરાઓને પકડીને તેમને સુરક્ષિત જગ્યાએ રાખવાનું છે. ચિદમ્બરમે કહ્યું કે, રસ્તાઓ બધા લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે સલામત હોવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે આપી કડક સૂચનાઓ
સુપ્રીમ કોર્ટે સોમવારે રખડતા કૂતરાઓના આતંકને લઈ કડક સૂચનાઓ આપી હતી. કોર્ટે દિલ્હી-એનસીઆરમાં કૂતરા કરડવાના વધતા જતા કેસોની સ્વતઃ નોંધ લેતા દિલ્હી સરકાર, NDMC અને MCDને તાત્કાલિક તમામ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને પકડવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે તેમને આશ્રયસ્થાનોમાં ખસેડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. કોર્ટે પોતાની ટિપ્પણીમાં એમ પણ કહ્યું હતું કે, આ મામલે કોઈપણ પ્રકારની લાગણીઓને સ્થાન આપવામાં આવશે નહીં કારણ કે સામાન્ય લોકોની સલામતી સૌથી મહત્વપૂર્ણ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ નિર્ણય ફક્ત દિલ્હીમાં જ નહીં પરંતુ ગુરુગ્રામ, નોઈડા અને ગાઝિયાબાદમાં પણ લાગુ થશે અને અધિકારીઓની જવાબદારી રહેશે કે, તેઓ રસ્તાઓને રખડતા કૂતરાઓથી મુક્ત બનાવે. કોર્ટે કહ્યું કે, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ કોઈપણ ડર વિના શેરીઓ અને બગીચામાં જઈ શકે.
પકડવામાં આવેલા રખડતા કૂતરાઓને છોડવા ન જોઈએ
પહેલાં વહીવટીતંત્ર રખડતા કૂતરાઓની નસબંધી કરીને તે જ વિસ્તારમાં પાછા છોડી દેતું હતું. પરંતુ હવે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પકડાયેલા કૂતરાઓને કોઈપણ સંજોગોમાં તે જ વિસ્તારમાં પાછા છોડવામાં આવશે નહીં. કોર્ટે દિલ્હી સરકારને આઠ અઠવાડિયામાં પાંચ હજાર ડોગ શેલ્ટર હોમ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ડોગ શેલ્ટરમાં કૂતરાઓના નસબંધી અને રસીકરણ માટે સ્ટાફ હોવો જોઈએ અને અધિકારીઓને આ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે આગામી સમયમાં જરૂરિયાત મુજબ ડોગ શેલ્ટરની સંખ્યામાં વધારો કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
દિલ્હી સરકારે નિર્ણયને આવકાર્યો
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ કહ્યું કે, રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં મોકલવાનું કામ સમયસર પૂર્ણ કરવામાં આવશે અને સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે. તેમણે કહ્યું કે, આ નિર્ણય દિલ્હીને હડકવા અને રખડતા પ્રાણીઓના ભયથી મુક્ત કરવાનો માર્ગ મોકળો કરશે.
કપિલ મિશ્રાએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, 'મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં દિલ્હી સરકારનો પશુ વિભાગ તમામ એજન્સીઓ સાથે મળીને આ આદેશનો અભ્યાસ કરશે અને તેના યોગ્ય અમલીકરણ તરફ આગળ વધશે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે