8th Pay Commission: મેરાથોન બેઠક, 18 હજારથી વધી 51 હજાર થઈ શકે છે બેઝિક પગાર

Government employees: આઠમાં પગાર પંચની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે. જાણો વિગત....
 

 8th Pay Commission: મેરાથોન બેઠક, 18 હજારથી વધી 51 હજાર થઈ શકે છે બેઝિક પગાર

8th Pay Commission News: 8મા પગાર પંચની રચના ટૂંક સમયમાં થવા જઈ રહી છે. જાન્યુઆરી 2026 સુધીમાં તેનો અમલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેના સંદર્ભમાં રાજ્યના નાણામંત્રી પંકજ ચૌધરીએ માહિતી આપી છે કે 8મા પગાર પંચ અંગે રાજ્ય સરકારો, નાણા મંત્રાલય અને સંબંધિત વિભાગો સાથે પરામર્શની પ્રક્રિયા ચાલી રહી છે. તેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ કમિશન હેઠળ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શન અને ભથ્થામાં વધારો થશે. કર્મચારીઓના મૂળ પગારમાં મોટો ઉછાળો આવશે. આ સાથે, મોંઘવારી ભથ્થું અને ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો થશે, જેનો લાભ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. ચાલો સમજીએ કે તમારા પગારમાં કેટલો વધારો થઈ શકે છે...

આ ફોર્મ્યુલાથી વધશે કર્મચારીઓનો પગાર
આઠમાં પગાર પંચ મુજબ પગારમાં તે રીતે વધારો થશે જે રીતે સાતમાં પગાર પંચના લાગૂ થવા પર થયો હતો. કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારા માટે એક્રોયડ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવશે.

આ ફોર્મ્યુલા શું છે?
આ સૂત્ર ડૉ. વોલેસ એક્રોઇડ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે જીવનનિર્વાહનો લઘુત્તમ ખર્ચ નક્કી કરવા માટે બનાવવામાં આવ્યું હતું. આ સૂત્રમાં, એવું કહેવામાં આવ્યું હતું કે પગારની ગણતરી સરેરાશ કર્મચારીની પોષણ જરૂરિયાતોના આધારે થવી જોઈએ. આ સૂત્ર બનાવતી વખતે, કર્મચારીઓની ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી. આ સૂત્ર 1957 માં 15મી ભારતીય શ્રમ પરિષદ (ILC) દ્વારા અપનાવવામાં આવ્યું હતું.

7મા પગાર પંચમાં લાગૂ થઈ હતી આ ફોર્મ્યુલા
આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને, 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. 7મા પગાર પંચના અમલીકરણ પછી, કર્મચારીઓનો મૂળ પગાર 7000 રૂપિયાથી વધીને 18000 રૂપિયા થયો. કર્મચારીઓના પગાર અને પેન્શનને અપડેટ કરવા માટે 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો. આ ફિટમેન્ટ ફેક્ટર એક્રોઇડ ફોર્મ્યુલા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો.

8મા પગાર પંચ હેઠળ ત્રણ ગણી વધી જશે સેલેરી!
અનુમાન છે કે  8th Pay Commission લાગૂ થવાની સાથે કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો જોવા મળશે. બેઝિક પગારમાં આશરે ત્રણ ગણો વધારો થઈ શકે છે, જે એક્રોયડ ફોર્મ્યુલા હેઠળ સંભવ થશે. જો આ ફોર્મ્યુલાનો ઉપયોગ આઠમાં પગાર પંચમાં કરવામાં આવે તો પગાર અને પેન્શનની ગણતરી 2.86 ફિટમેન્ટના આધાર પર થશે. તેનો મતલબ છે કે મિનિમમ બેઝિક સેલેરી 18000 રૂપિયાથી વધી 51480 રૂપિયા થઈ શકે છે. તો પેન્શન 9000 રૂપિયાથી વધી 25740 રૂપિયા થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news