ભેળસેળિયાઓ પર આવશે તવાઈ, જેલની સજા સાથે 10 લાખનો દંડ, સરકારે જનતા પાસે માગ્યા સૂચનો
રાજ્યમાં અત્યાર સુધી ખાદ્ય પદાર્થમાં ફેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. હવે આવા લોકો સામે તવાઈ બોલાવવાની તૈયારી સરકારે કરી છે.
Trending Photos
ગાંધીનગરઃ આપણે સૌ બજારમાં મળતા ફૂડને આરોગીએ છીએ પણ આપણે જે ખાઈએ છીએ તે સ્વચ્છ હોય છે?...ના, કારણ કે ગુજરાત અને દેશમાં ભેળસેળનો વેપાર ઘણો વધી ગયો છે...વધારે રૂપિયા આપીને પણ આપણે અખાદ્ય ખોરાક જ ખાઈએ છીએ...ફૂડ વિભાગ ચેકિંગના નામે માત્ર દેખાડો જ કરે છે..ત્યારે સરકારે ભેળસેળિયાઓ પર તવાઈ લાવવાનું નક્કી કર્યું છે...શું છે આ સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં....
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ આજે દેશભરમાં ચિંતાનો વિષય બન્યો છે. નકલી દૂધથી લઈને હાનિકારક રસાયણોવાળા મસાલા સુધી, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આવા કિસ્સાઓમાં જો માનવ મૃત્યુ થાય, તો ભેળસેળ કરનારને 7 વર્ષની આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ થશે. સામાન્ય ભેળસેળના કેસમાં પણ દંડની જોગવાઈઓ આકરી કરવામાં આવશે.
ભેળસેળ કરનારને 7 વર્ષની કેદ, 10 લાખ રૂપિયાનો દંડ
સામાન્ય ભેળસેળના કેસમાં દંડની આકરી જોગવાઈ
સરકાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006માં સુધારા કરવા જઈ રહી છે. આ માટે સરકારે નાગરિકો પાસેથી 30 દિવસમાં ઓનલાઈન સૂચનો અને વાંધા માગ્યા છે. આ પગલું ખાદ્ય ભેળસેળ સામે કડક કાર્યવાહીની દિશામાં મહત્વનું ગણાય છે. સરકારે નાગરિકો પાસેથી 30 દિવસમાં ઓનલાઈન સૂચનો, વાંધા માગ્યા છે.
સરકારની પહેલને લોકોએ પણ આવકારી છે, અને ભેળસેળિયા પર કડક કાર્યવાહી થવી જ જોઈએ તેવી માગ કરી છે.
સરકારની આ પહેલને લોકો દ્વારા ભરપૂર સમર્થન મળી રહ્યું છે. નાગરિકોને અપીલ છે કે, 30 દિવસમાં પોતાના સૂચનો ઓનલાઈન ફૂડ સેફ્ટી વિભાગની વેબસાઈટ પર મોકલાવો...ખાદ્ય ભેળસેળ સામેની આ લડાઈમાં તમારો અવાજ પણ મહત્વનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે