Gold Price Prediction: સોનાનો ભાવમાં તોતિંગ 40 ટકા સુધીનો થઈ શકે છે ઘટાડો, સીધો 55,000 થઈ જશે ભાવ!

Gold Rate Prediction: અત્યારે સોનાના ભાવ જોઈએ તો આકાશે આંબી રહ્યા છે પરંતુ વિશેષજ્ઞોએ જે અનુમાન કર્યું છે તે જાણીને તમને આનંદ થશે. કારણ કે તેમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થવાનું પૂર્વાનુમાન કર્યું છે. જાણો વિગતો.

Gold Price Prediction: સોનાનો ભાવમાં તોતિંગ 40 ટકા સુધીનો થઈ શકે છે ઘટાડો, સીધો 55,000 થઈ જશે ભાવ!

હાલ તો સોનાના ભાવ આકાશે આંબી રહ્યા છે. 22 અને 24 કેરેટના ભાવ જાણીને હાજા ગગડી જાય છે. રોકાણકારો માટે જલસા પરંતુ જો લગ્નગાળાની ખરીદી હોય તો લોકોના મોતીયા મરી જાય છે. જો કે આ બધા વચ્ચે રોકાણકારોની વાત કરીએ તો તેમને તો સોનામાં રોકાણ માલમાલ કરી રહ્યું છે. જો કે કેટલાક એક્સપર્ટ્સનું કહેવું છે કે આ જે ઉછાળો જોવા મળી રહ્યો છે તેનો અંત નજીક છે. એક અમેરિકી વિશેષજ્ઞએ આવનરા વર્ષોમાં સોનાના ભાવમાં રેકોર્ડ 38 ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

ભારતમાં હાલ સોનાનો ભાવ જોઈએ તો દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 90,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 83,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 83,100 રૂપિયા પ્રતિ 10  ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 90660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

જ્યારે મની કંટ્રોલ હિન્દીના રિપોર્ટ મુજબ અમદાવાદ અને જયપુરની વાત કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 83,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 90,710 રૂપિયા આસપાસ છે. જયપુરમાં 22 કેરેટનો ભાવ 83,250 રૂપિયા અને 24 કેરેટ સોનું 90,810 રૂપિયાના ભાવે મળે છે. 

મીડિયા રિપોર્ટ મુજબ મોર્નિંગ સ્ટારના રણનીતિકાર જ્હોન મિલ્સનું પૂર્વાનુમાન છે કે ભાવમાં 40%ના ઘટાડા સાથે ભારતમાં સોનાનો ભાવ 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે. તેમનું અનુમાન છે કે સોનાના ભાવ વર્તમાન 3,080 ડોલર પ્રતિ ઔંસથી ગગડીને 1,820 ડોલર પ્રતિ ઔંસ થઈ શકે છે. 

આ સંભવિત ઘટાડાનું આખરે કારણ શું હોઈ શકે? સૌથી પહેલા તો સોનાની ખનનમાં ઉછાળો આવ્યો છે. 2024ના બીજા ત્રિમાસિક દરમિયાન ખનન લાભ 950 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો. ઓસ્ટ્રેલિયામાં વધુ ઉત્પાદન અને રિસાયકલ કરેલા સોનાના પુરવઠામાં વધારો થવાને કારણે વૈશ્વિક સોનાનો ભંડાર 9% વધીને 2,16,265 ટન થયો છે.

બીજુ કારણ માંગમાં કમી આવવાનું છે. ગત વર્ષ 1,045 ટન સોનુ ખરીદનારી કેન્દ્રીય બેંકો પોતાની ખરીદી ઓછી કરી શકે છે. હાલમાં જ થયેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 71% કેન્દ્રીય બેંક પોતાના સોનાના ભંડારને ઓછો કરવા કે યથાવત રાખવાનો ઈરાદો ધરાવે છે. સોનાના ઉદ્યોગમાં વિલય અને અધિગ્રહણમાં પણ વધારો જોવા મળ્યો છે. જે એક બજારની ટોચનો સંકેત હોઈ શકે છે. 

રસપ્રદ વાત એ છે કે તમામ વિશ્લેષક આ નિરાશાજનક દ્રષ્ટિકોણ સાથે સહમત નથી. બેંક ઓફ અમેરિકા અને ગોલ્ડમેન સેક્સ જેવા કેટલાક મોટા નાણાકીય સંસ્થાનોનું માનવું છે કે સોનાના ભાવ વધતા રહેશે. બેંક ઓફ અમેરિકાનું માનવું છે કે આગામી બે વર્ષમાં સોનું 3,500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. જ્યારે ગોલ્ડમેન સેક્સનું અનુમાન છે કે વર્ષના અંતમાં તેની કિંમત 3,300 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચશે. 

આવનારા મહિના એ નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે કે સોનાના ભાવ વધતા રહેશે કે પછી તૂટશે. પણ એક વાત નક્કી છે કે રોકાણકારો અને ગ્રાહકો બજાર પર બાજ નજર ચોક્કસ રાખશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, એક્સપર્ટ્સ ઓપિનિયન અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news