અમેરિકા-ચીનમાં ટેરિફ ટેન્શન વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, આ વર્ષે ₹14421 મોંઘુ થયું સોનું

Gold Rate: સોનાના ભાવમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ વધવા પાછળ અનેક પરિબળો કામ કરી રહ્યા છે. જાણો વિગતવાર માહિતી.

અમેરિકા-ચીનમાં ટેરિફ ટેન્શન વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, આ વર્ષે ₹14421 મોંઘુ થયું સોનું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર ટેરિફ વધારવાના નિર્ણય બાદ રોકાણકારોએ સોનામાં ખુબ પૈસા રોક્યા અને એકવાર ફરીથી હવે સોનામાં તેજી જોવા મળી રહી છે. સ્પોટ ગોલ્ડ ગુરુવારે 0.2% વધીને 3,089.17 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. અમેરિકી ગોલ્ડ ફ્યૂચર્સ 0.8% ચડીને 3,104.90 ડોલર પર પહોંચી ગયું. તાજેતરમાં સ્પોટ ગોલ્ડ 2.6% અને ફ્યૂચર્સ 3% ઉછળ્યા હતા. 3 એપ્રિલના રોજ સોનું 3,167.57 ડોલરના રેકોર્ડ સ્તર પર હતું. 

મહાવીર જયંતીના અવસરે આજે 10 એપ્રિલના રોજ જો કે ભારતીય શેર બજાર અને કોમોડિટી બજાર બંધ છે. જો કે સાંજે 5 વાગે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર કોમોડિટી ટ્રેડિંગ શરૂ થશે. 

આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 14421 રૂપિયા ઉછળ્યું
જો ઘરેલુ શરાફા બજારની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 14421 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ ચૂક્યું છે. ચાંદીનો ભાવ 4652 રૂપિયા ચડ્યા છે. જો એપ્રિલની વાત કરીએ તો ગોલ્ડના ભાવ 997  રૂપિયા ચડ્યા છે અને ચાંદી 10265 રૂપિયા નબળા પડ્યા છે. 

સોનાના ભાવમાં 1611 રૂપિયાનો ઉછાળો
ભારતીય શરાફા બજારોમાં સોનાના હાજર ભાવમાં એકવાર ફરીથી ઉછાળો આવ્યો છે. આઈબીજેએ મુજબ બુધવારે 24 કેરટે સોનાના ભાવમાં 1611 રૂપિયાનો ઉછાળો આવ્યો અને આ 90161 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. ચાંદી પણ 306 રૂપિયા ચડીને 90669 રૂપિયા પર પહોંચી ગઈ. જો કે MCX પર સોનું બુધવારે 80 રૂપિયા (0.09%) તૂટીને 89,724 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. દિવસમાં તે 90,853 રૂપિયા સુધી પહોંચ્યો હતો. ચાંદી 2,856 રૂપિયા (3.22%) ચડીને 91,600 રૂપિયા પ્રતિ કિલો થઈ. 

કેમ વધી રહ્યું છે સોનું?
ટ્રમ્પે ચીનથી આયાત ટેરિફ 104%થી વધીને 125% કરી દીધો. પરંતુ અન્ય દેશો પર ટેરિફ વધારાને 90 દિવસ માટે ટાળ્યો. રોકાણકારોને ડર છે કે ટેરિફથી મોંઘવારી વધશે અને અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે. આથી તેમણે શેરોની જગ્યાએ સોનામાં રોકાણ કર્યું. રોયટર્સના જણાવ્યાં મુજબ અમેરિકા-ચીન વેપાર તણાવ, મોંઘવારીની આશંકા અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીના કારણે 2025માં સોનું 400 ડોલરથી વધુ ચડી ચૂક્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news