Gold Rate Today: એક ઝટકે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ઘટેલા ભાવ સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો લેટેસ્ટ રેટ
Gold Price Today: સોના અને ચાંદીના ભાવમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો તમારા શહેરમાં શું ભાવ હશે? ફટાફટ આજના રેટ જાણો.
Trending Photos
સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. ગુરુવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિલ્વર ઓલ ટાઈમ હાઈથી ગગડી ગયું છે. ગોલ્ડ પણ ઘટાડા સાથે જોવા મળ્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સતત ઘટાડા સાથે 3400 ડોલર નીચે આવી ગયું. ચાંદીમાં 5 દિવસની તેજી પર બ્રેક જોવા મળી અને 37 ડોલર નીચે આવી. આવામાં ઘરેલુ વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના અને ચાંદીના રેટ ખાસ જાણો.
વાયદા બજારમા ભાવ
MCX પર ગોલ્ડ 239 રૂપિયાના ઘટાડા સાથે 99,298 રૂપિયાના ભાવ પર ચાલી રહ્યું હતું. કાલે તે 99,537 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 251 રૂપિયા ગગડીને 1,08,315 રૂપિયા પર જોવા મળી. જે કાલના સેશનમાં 1,08,566 રૂપિયા પર ક્લોઝ થઈ.
રિટેલ બજારમાં આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 686 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 98,768 પર પહોંચ્યો જે કાલે 99,454 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદી 2,069 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો અને ભાવ આજે 1,07,343 રૂપિયા થયો જે કાલે 1,09,412 પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો હતો.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/ktWNak6Xd7
— IBJA (@IBJA1919) June 19, 2025
કેરેટ ભાવ (1 ગ્રામ)
24 KT(999) 9,877
22 KT 9,640
20 KT 8,790
18 KT 8,000
14 KT 6,371
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/P1oTdV0BCN
— IBJA (@IBJA1919) June 19, 2025
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે