ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે મહત્વનું એલર્ટ, 153 રસ્તા બંધ, આ નેશનલ હાઈવે 3 દિવસથી બંધ છે
Heavy Rains : સવારના 6થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 90 તાલુકામાં નોંધાયો વરસાદ... સુરતના ઓલપાડ અને વલસાડના ધરમપુરમાં સાડા 3 ઈચ વરસાદ વરસ્યો... 22 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ.....
Trending Photos
Gujarat Rains : ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ-આહવા તાલુકામાં તેમજ વલસાડના કપરાડામાં ૯.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો. આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં સુરતના ઓલપાડ, વલસાડના ધરમપૂર અને ભરૂચના હાંસોટ તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો. આવામાં ભારે વરસાદના કારણે ગુજરાતના 153 રસ્તાઓ બંધ છે.
ગુજરાતના 153 રસ્તા બંધ
કેટલાક વિસ્તારમાં વરસાદનું જોર ઘટતા બંધ રસ્તાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં હાલ ૧૫૩ રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. ભાવનગરથી પસાર થતો નેશનલ હાઈવે ત્રણ દિવસથી બંધ હાલતમાં છે. તો ૩ સ્ટેટ હાઈવે તથા પંચાયત હસ્તકના ૧૩૬ રસ્તા બંધ છે.
NDRF ની ટીમ મોકલાઈ
ભારે વરસાદને પગલે રાહત બચાવ માટે NDRF અને SDRF ની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. NDRF ની ૧૩ ટીમો ડિપ્લોય કરાઈ છે. તો વલસાડ, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, પાટણ, કચ્છ, જુનાગઢ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ભાવનગર, અમરેલી તથા અમદાવાદ માં ૧-૧ NDRF ની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. NDRF ની ૨૦ ટીમ ડિપ્લોય કરવામાં આવી.
15 ડેમ હાઈએલર્ટ પર
ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થઈ છે. રાજ્યના ૧૫ જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. ૧૦ જળાશયો એલર્ટ પર તો ૯ જળાશયો વોર્નિંગ લેવલ પર મુકાયા છે. 9 જળાશયો સો ટકા ભરાયા તો ૨૫ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા છે.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો
ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે તા. ૧૯ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકંદરે ૧૧૩.૬૩ મિમિ એટલે કે ૧૨.૮૭ ટકા જેટલો નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ ૯.૮ ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં ૯.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા ૨૪ કલાકમાં ડાંગના વઘઇ અને સુબીર તાલુકામાં ૭ ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચિખલી તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
તદુપરાંત રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૩૭ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૮૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૭ જિલ્લાના ૧૬૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
SEOCના અહેવાલ મુજબ આજે સવારે ૬.૦૦ થી ૧૦:૦૦ કલાક સુધીમાં સુરતના ઓલપાડ, વલસાડના ધરમપૂર તેમજ ભરૂચના હાંસોટ તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભરૂચના વાલીયામાં તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં પણ ૨.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે