Gold Rate Today: મૌજા હી મૌજા...હોળી પહેલા સોનાના ભાવમાં જોવા મળ્યો ઘટાડો, ધડામ થઈને કેટલે પહોંચ્યું? ફટાફટ ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો રેટ
Latest Gold Rate: સોનાના ભાવમાં આજે પણ ઉતાર ચડાવ જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનું ઉછળ્યું જ્યારે શરાફા બજારમાં સોના અને ચાંદી બંનેમાં મંદી જોવા મળી છે. લેટેસ્ટ રેટ ચેક કરો.
Trending Photos
અમેરિકી શેર બજારમાં ભારે કડાકો જોવા મળ્યો જેનાથી વૈશ્વિક બજારોમાં પણ ગભરાહટ વધી ગઈ છે. મંદીની આશંકા અને વધતી મોંઘવારીના પગલે રોકાણકારોએ જોખમભર્યા એસેટ્સથી અંતર જાળવવાનું શરૂ કરી દીધુ છે. આ કડાકાની અસર ક્રિપ્ટો બજાર ઉપર પણ જોવા મળી. જો કે સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીમાં ઉતાર ચડાવ જોવા મળ્યો છે. કારણ કે વાયદા બજારમાં સોનું મોંઘુ થયું જ્યારે રિટેલ બજારમાં સોનું સસ્તું થયું છે. જાણો લેટેસ્ટ રેટ.
શરાફા બજારમાં આજે ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 209 રૂપિયા તૂટીને 85723 રૂપિયાની સપાટીએ ખુલ્યું છે. જ્યારે કાલે 85932 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 759 રૂપિયા તૂટીને 95,875 રૂપિયા પર ખુલી જે કાલે 96,634 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
(તસવીર- IBJA સાઈટ સ્ક્રીન ગ્રેબ)
વાયદા બજારમાં ભાવ
અમેરિકી બજારમાં મોટા કડાકા અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી. MCX પર સોનું 200 રૂપિયાના વધારા સાથે 85,600 રૂપિયા નજીક પહોંચી ગયું. ગ્લોબલ માર્કેટમાં સોનું $2,900 નજીક ટ્રેડ થતું જોવા મળ્યું. સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મજબૂત જોવા મળી રહ્યા છે. ચાંદીની વાત કરીએ તો 350 રૂપિયા ઉછળીને 96,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નજીક ટ્રેડ થતી જોવા મળી. ધ્યાન આપવા જેવી વાત એ છે કે MCX પર ચાંદી મજબૂતીમાં જોવા મળી પરંતુ ગ્લોબલ માર્કેટમાં તે $33 ની નીચે જળવાઈ રહી છે.
અમેરિકી બજારમાં કડાકાના 4 કારણો
મંદીની આશંકા- અમેરિકી અર્થવ્યવસ્થામાં નબળાઈના સંકેત મળી રહ્યા છે. જેના કારણે રોકાણકારોની ચિંતા વધી છે.
- મોંઘવારી વધવાનો ડર- અમેરિકામાં મોંઘવારી દર પછી ઊંચો જઈ શકે છે જેનાથી વ્યાજ દરોમાં વધારાની આશંકા વધી છે.
- ટેક્નોલોજી શેરોમાં વેચવાલી- ટેક સેક્ટરની મોટી કંપનીઓ ભારે દબાણ હેઠળ આવી છે. ટેસ્લાના શેર 15 ટકા તૂટ્યા જે સપ્ટેમ્બર 2022 બાદથી સૌથી મોટો કડાકો જોવા મળ્યો.
- ક્રિપ્ટો બજારમાં ઘટાડો- બિટકોઈન $79,000 નીચે ગગડી ગયો. જેનાથી ક્રિપ્ટો રોકાણકારોની ચિંતા વધી છે.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે