80 વર્ષના દાદાને બીજા લગ્ન કરવાના અભરખા જાગ્યા, પુત્રએ ના પાડતા પિતાએ કરી દીધી હત્યા
Father Killed Son : જેતપુરના જસદણથી પારિવારિક સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે... 80 વર્ષના પિતાએ બીજા લગ્ન કરવા માટે પોતાના જ પુત્રની ગોળી મારીને હત્યા કરી દીધી
Trending Photos
Gujarat Crime News નરેશ ભાલીયા/જેતપુર : ઘણી વખત નાના નાના ઝગડામાં જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે. આવી જ ચોંકાવનારી ઘટના જસદણમાં સામે આવી છે. જેમાં ૮૦ વર્ષના પિતાને બીજા લગ્નની પુત્ર ના કહેતા પિતાએ ફાયરિંગ કરી પુત્રની હત્યા કરી નાંખી છે. ત્યારે પુત્રના સસરાએ પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા કાઠી ક્ષત્રિય અગ્રણીની પિતાના હાથે હત્યા કરવામાં આવી છે. જેમાં મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાનું સાચું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. જેમાં 80 વર્ષના વૃદ્ધ પિતા તેમની પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કરવા ઈચ્છતા હતા. પરંતુ પરિવારના સભ્યો અને પુત્ર તેનો વિરોધ કરતા હતા. આ દરમિયાન આ બાબતે ગઇકાલે બન્ને પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં વૃદ્ધ પિતાએ બે રાઉન્ડ ફાયરિંગ કરી પુત્રની હત્યા કરી નાંખી હતી. જે અંગે જસદણ પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને પિસ્તોલ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જસદણમાં ગીતાનગરમાં રહેતા પ્રભાત બોરિયા (ઉ.વ 52) ની તેના પિતાએ જ ઝઘડો થયા બાદ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. મૃતકના પત્ની દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં હત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સસરા રામભાઈ બોરીયા ફરિયાદ નોંધાવી હતી.
હત્યાના બનાવનું કારણ શું હતું,
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં હત્યાના આ બનાવવાના કારણ અંગે જણાવ્યું હતું કે, આજથી 20 વર્ષ પહેલા તેમના સાસુ ગુજરી ગયા હોય અને સસરાને બીજા લગ્ન કરવા હોય જે બાબતે તે ઘરના સભ્યો સાથે અવારનવાર ઝઘડો કરતા હતા અને ફરિયાદીના પતિ એટલે કે તેમના પુત્રને કહેતા હતા કે, હું તને તથા તારા ઘરના બધા સભ્યોને મારી નાખીશ તેવી ધમકી આપતા હતા તેમજ અવારનવાર હથિયાર બતાવી ફાયરિંગ કરતા આટલી વાર લાગે તેમ કહી તેની સામે હથિયારતા તાકતા હતા. સસરાની ઉંમર 80 વર્ષ જેટલી હોય જેથી બીજા લગ્ન કરે તો ઘરની આબરૂ જાય જેથી પરિવારના બધા સભ્યો તેને બીજા લગ્ન કરવાની ના કહેતા હતા જેનો ખાર રાખી સસરા રામભાઈ ઉર્ફે રામકુભાઇએ સગા પુત્ર પર બે રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા નિપજાવી હતી. બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હત્યારા પિતાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે