Gold Rate Today: હાજા ગગડાવી રહ્યું છે સોનું, આજે પણ સોનામાં ભડકો, એક તોલા સોનાનો ભાવ જાણો
Gold-Silver Latest Rate: કિમતી ધાતુઓ સોના અને ચાંદીની ખરીદી એવું લાગે છે કે સામાન્ય માણસો માટે તો જાણે સપના સમાન ક્યાંક ન બની જાય. જે રીતે ભાવ ઉછળી રહ્યા છે તે જોતા ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે. જાણો આજનો લેટેસ્ટ રેટ.
Trending Photos
સોનાના ભાવમાં આજે ફરીથી તેજી જોવા મળી છે. MCX પર 281 રૂપિયાની તેજીસાથે 96806 રૂપિયા પર સોનું જોવા મળ્યું જ્યારે ચાંદી પણ 50 રૂપિયાની સામાન્ય તેજી સાથે 101266 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. રિટેલ બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. જો તમે પણ હાલ સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો ફટાફટ રેટ ચેક કરો.
આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 121 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 96,988 રૂપિયા પર પહોંચી ગયો છે. જે કાલે 96,867 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 540 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 1,01,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. જે કાલે 1,00,460 પર ક્લોઝ થયો હતો.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/EYHwPz38zw
— IBJA (@IBJA1919) June 4, 2025
કેરેટ પ્રમાણે ભાવ
કેરેટ ભાવ (1 ગ્રામ)
24 KT(999) 9,699
22 KT 9,466
20 KT 8,632
18 KT 7,856
14 KT 6,256
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/Z6gPTeua7d
— IBJA (@IBJA1919) June 4, 2025
વૈશ્વિક બજારમાં ભાવ
કોમોડિટી બજારની વાત કરીએ તો સોના અને ચાંદીમાં હળવો ઉતાર ચડાવ જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું એક મહિનાની ઊંચાઈથી તૂટીને 3,380 ડોલર નજીક આવ્યું છે. તેમાં લગભગ 15 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલની વાત કરીએ તો ભાવમાં 1.5%ની તેજી આવી છે અને તે ફરીથી 65 ડોલર પ્રતિ બેરલ ઉપર પહોંચી ગયું છે.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે