India US Trade Deal: અમેરિકાના ટૈરિફના બદલામાં ભારતનો ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, રોકી દીધી 3.6 અરબ ડોલરની મોટી ડીલ !
India America Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી ભારતના અનેક સેક્ટર પર અસર પડવાની છે, ત્યારે ભારતે પણ અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે અને મોટી ડીલ પર હાલ પુરતો રોકી દીધો છે, જો કે થોડા સમય પહેલા ભારત પર ટ્રમ્પે 25 ટકા અને ત્યારબાદ 50 ટકા ટેક્સ લગાવી દીધો છે, ત્યારે ભારત પણ અમેરિકાને છોડવાના મુળમાં નથી.
Trending Photos
India America Deal: ટ્રમ્પના ટેક્સના કારણે ભારત અને અમેરિકા વ્યવહારમાં હાલમાં ગરમી જોવા મળી રહી છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેક્સ લગાવ્યા બાદ બન્ને દેશો વચ્ચે વેપારને લઈને વિરોધાભાષ જોવા મળી રહ્યો છે, હાલ ચર્ચા થઈ રહી છે કે ભારતને અમેરિકાના 3.6 અરબ ડોલરના બોઈંગ જેટ્સની ડીલ પર હાલ પુરતી રોક લગાવી દીધી છે, જો કે આ વિવાદ વચ્ચે નિર્ણય ચોકાવનારો છે.
ભાવમાં જબરદસ્ત વધારો થયો
મળતી માહિતી મુજબ ભારત અમેરિકા પાસેથી 6 વધારે બોઈંગ P-8I મરીન સર્વેલન્સ વિમાન ખરીદવાનું હતું, જેની શરૂઆતની કિંમત 2.42 અરબ ડોલર હતી, પણ સપ્લાય ચેનમાં રૂકાવટ, મોંઘવારી અને હવે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા 50 ટકા ટેક્સના કારણે આ ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. ટ્રમ્પના નિર્ણય બાદ વિમાન બનાવવામાં લગાવવામાં આવનારા પાર્ટની કીંમતમાં ઘરખમ વધારો થયો છે. જેની સિધી અસર બોઈંગ કંપની અને ભારત જેવા ખરીદી કરનારા પર પડી રહ્યો છે.
ડીલને હાલ પુરતી અસ્થાઈ રૂપથી રોકી દેવામાં આવી ?
ફાઈનેંસિયલ એક્સપ્રેસની એક રિપોર્ટ મુજબ ભારત પર ટેક્સ વધાર્યા બાદ ભારત સરકારે આ ડીલને અસ્થાઈ રૂપે રોકી દીધી છે. સંરક્ષણ મંત્રાલય હવે આ સોદાની વ્યૂહાત્મક સમીક્ષા કરી રહ્યું છે, જેમાં વધતા ખર્ચ, ભૂ-રાજકીય પરિસ્થિતિ અને ભારતની વ્યૂહાત્મક સ્વતંત્રતા જેવા પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
આ સોદો કોલ્ડ સ્ટોરેજમાં રહેશે
જોકે, ભારત સરકાર તરફથી આ સોદા પરના નિર્ણય કે સ્ટે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ સંરક્ષણ સૂત્રો કહે છે કે જ્યાં સુધી તમામ પાસાઓ પર વિગતવાર વિચારણા ન થાય ત્યાં સુધી આ સોદો કોલ્ડ સ્ટોરેજમાં રહેશે.
આ દરમિયાન, એર ઇન્ડિયા તેના જૂના બોઇંગ 787 8 ડ્રીમલાઇનર વિમાનોને યુએસમાં રિટ્રોફિટ કરાવી રહી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, આ વર્ષના અંત સુધીમાં પહેલા નવુ રૂપ આપવામાં આવશે પછી એર ઇન્ડિયાના કાફલામાં જોડાશે. હાલમાં, એર ઇન્ડિયા પાસે કુલ 33 ડ્રીમલાઇનર વિમાનો છે, જેમાં 26 જૂના 787 8 અને 7 નવા 787 9નો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે