આ દિવસે સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે! જાણો તમારા પર શું થશે અસર
11 ઓગસ્ટ 2025ના રોજ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન નવો આવકવેરા બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, આ બિલ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ સરકાર તરફથી નવો આવકવેરા ખરડો 11 ઓગસ્ટ 2025ના સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેને સંસદમાં રજૂ કરી શકે છે. સરકાર પ્રમાણે આ બિલનું લક્ષ્ય આવકવેરા અધિનિયમ 1961ની ભાષા અને સ્ટ્રક્ચરને સરળ બનાવવાનો છે.
રિપોર્ટ્સ પ્રમાણે નાણામંત્રી તરફથી આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે, જે જૂના આવકવેરા કાયદાની જગ્યા લેશે. આ પહેલા બજેટ સેશન દરમિયાન નિર્મલા સીતારમણે લોકસભામાં આ બિલની માહિતી આપી હતી.
બિલમાં શું નવું છે?
સરકારે આ વખતે નવા ઇનકમ ટેક્સ બિલને સામાન્ય લોકો પ્રમાણે ડિઝાઇન કર્યું છે. તેમાં ચેપ્ટરની સંખ્યા ઓછી હશે. ચેપ્ટર્સની સંખ્યા 47થી ઘટાડી 23 કરી દેવામાં આવી છે. શબ્દોની સંખ્યા પણ લગભગ અડધી થઈ 2,59,676 રહી ગઈ છે. હવે તેમાં 536 સેક્શન છે, પહેલા 819 હતા. સમજવામાં સરળતા માટે 57 ટેબલ (પહેલા 18) અને 46 ફોર્મ્યુલા (પહેલા 6) જોડવામાં આવ્યા છે. આ સાથે બિલમાં સરળ અને સ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ટેક્સપેયર્સ સમજી શકે. જૂના અને બેકાર નિયમ હટાવી દેવામાં આવ્યા છે, જેથી ભ્રમની સ્થિતિ ન રહે. ટેક્સ નીતિઓ અને દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ બિલ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું?
સરકારે કરદાતાઓ, વ્યવસાયો, ઉદ્યોગ જૂથો અને કર નિષ્ણાતો સાથે પરામર્શ કરીને આ બિલ તૈયાર કર્યું છે. 20,976 સૂચનો ઓનલાઈન પ્રાપ્ત થયા હતા, જેમાંથી મહત્વપૂર્ણ સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે, ઓસ્ટ્રેલિયા અને યુકેના કર સરળીકરણ મોડેલોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો જેથી વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવી શકાય.
શું છે લક્ષ્ય?
આવકવેરા બિલ 2025નો ઉદ્દેશ્ય ટેક્સના નિયમોને ઓછા જટિલ, વધુ સ્પષ્ટ અને વિશ્વાસપાત્ર બનાવવાનો છે. ટેક્સ નિયમોને યથાવત રાખી તેને સમજવામાં સરળ બનાવી સરકાર ટેક્સપેયર્સનું સમર્થન કરવા ઈચ્છે છે અને ભારતમાં બિઝનેસ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો ઈરાદો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે