હવે થઈ જજો સાવધાન! નહીંતર તાત્કાલિક બ્લેકલિસ્ટ થશે આવા FASTag, ટોલ પ્લાઝા પર નહીં ચાલે તમારી ચાલાકી!

NHAI New Rule: NHAIએ FASTagના દુરુપયોગને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. NHAIએ કહ્યું છે કે, તેમણે સરળ ટોલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે યુઝર્સને બ્લેકલિસ્ટ કરવા માટે 'લૂઝ ફાસ્ટેગ' રિપોર્ટ કરવાની પ્રક્રિયાને મજબૂત બનાવી છે.

હવે થઈ જજો સાવધાન! નહીંતર તાત્કાલિક બ્લેકલિસ્ટ થશે આવા FASTag, ટોલ પ્લાઝા પર નહીં ચાલે તમારી ચાલાકી!

NHAI New Rule: જો તમે ટોલ પ્લાઝા પર ચાલાકી કરીને ફાસ્ટટેગને વાહનના વિન્ડસ્ક્રીન પર લગાવવાને બદલે હાથમાં લઈ બતાવો છો, તો હવે સાવધાન રહો. NHAIએ આવા 'Loose FASTag' એટલે કે 'ટેગ ઈન હેન્ડ' સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. હવે જો તમે આવું કરતા પકડાશો, તો ફાસ્ટેગને તાત્કાલિક બ્લેકલિસ્ટ અથવા હોટલિસ્ટ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે, તમારા વાહનને ટોલ પ્લાઝા પરથી પસાર થવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને તમને દંડ પણ થઈ શકે છે.

ઘણા વાહન માલિકો પોતાનું ફાસ્ટેગને વાહનના વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાને બદલે હાથમાં રાખીને અથવા ડેશબોર્ડ પર રાખીને ટોલ પરથી પસાર થાય છે. આનાથી ટોલ પ્લાઝા પર જામ તો થાય જ છે, સાથે જ સિસ્ટમમાં છેતરપિંડી અને ટેકનિકલ ખામીઓ પણ થવાની શક્યતા રહે છે. આનાથી ખોટા ચાર્જબેક જનરેટ થાય છે, ટોલ બંધ હોય ત્યારે પણ ટેગનો દુરુપયોગ થઈ શકે છે અને સમગ્ર ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ પ્રભાવિત થાય છે.

NHAIની કડકાઈનું કારણ
NHAI અને માર્ગ પરિવહન મંત્રાલયે 'વાર્ષિક પાસ સિસ્ટમ' અને 'મલ્ટી-લેન ફ્રી ફ્લો' (MLFF) જેવા આગામી પ્લાનિંગને ધ્યાનમાં રાખીને આ કડકાઈ કરી છે. મંત્રાલયનું કહેવું છે કે, ફાસ્ટેગની પ્રામાણિકતા અને સિસ્ટમની વિશ્વસનીયતા જાળવવા માટે લૂજ ફાસ્ટેગની રિપોર્ટિંગ અને તેના પર તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે.

હવે શું થશે?
હવે બધા ટોલ ઓપરેટરો અને કન્સેશનિયર્સને લૂજ ફાસ્ટેગની રિપોર્ટિંગ માટે એક ડેડિકેટેડ ઇ-મેઇલ આઈડી આપવામાં આવી છે, જેના પર આવી ઘટનાઓની તાત્કાલિક રિપોર્ટ કરવાની રહેશે. રિપોર્ટ મળતાંની સાથે જ NHAI સંબંધિત ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરશે. આનાથી સિસ્ટમમાં પારદર્શિતા જળવાઈ રહેશે અને ટોલ ઓપરેશન વધારે સરળ અને સુવિધાજનક થઈ શકશે.

98% થી વધુ પહોંચ, છતાં પણ બેદરકારી કેમ?
ભારતમાં FASTagની પહોંચ 98%ને વટાવી ગઈ છે અને તેનાથી દેશમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. આવી સ્થિતિમાં Loose FASTag જેવી બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news