Post Office: આ સ્કીમમાં પૈસા થશે ડબલ, આ રીતે બનાવો 1 લાખના 2 લાખ રૂપિયા


kisan vikas patra: આ યોજનાની બીજી ખાસિયત એ છે કે 10 વર્ષથી વધુ ઉંમરનું બાળક પણ તેમાં રોકાણ કરી શકે છે. તેની પાકતી મુદત લગભગ 10 વર્ષ છે, પરંતુ જો જરૂર પડે તો, તમે 2 વર્ષ અને 6 મહિના પછી જ અકાળ ઉપાડ કરી શકો છો.

Post Office: આ સ્કીમમાં પૈસા થશે ડબલ, આ રીતે બનાવો 1 લાખના 2 લાખ રૂપિયા

Post Office Scheme: જો તમે પણ લાંબા ગાળે સુરક્ષિત અને સારું વળતર ઇચ્છતા હો, તો પોસ્ટ ઓફિસ યોજનાઓ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. ઘણી પોસ્ટ ઓફિસ યોજનાઓ પર, રોકાણકારોને બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરતાં વધુ વ્યાજ મળી રહ્યું છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) આવી જ કેટલીક લોકપ્રિય યોજનાઓ છે, જેમાં 8% કે તેથી વધુ વ્યાજનો લાભ મળે છે. તેવી જ રીતે, પોસ્ટ ઓફિસની બીજી એક લોકપ્રિય યોજના છે - કિસાન વિકાસ પત્ર (KVP). આમાં રોકાણકારોને વાર્ષિક 7.50% ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે.

કેમ ખાસ છે કિસાન વિકાસ પત્ર?
કિસાન વિકાસ પત્ર પોસ્ટ ઓફિસની સૌથી વિશ્વસનીય સ્કીમોમાંથી એક માનવામાં આવે છે. તેમાં પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે અને તેનું રિટર્ન પણ નક્કી રહે છે. કોઈપણ 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ આ સ્કીમમાં ખાતું ખોલાવી શકે છે. તમે ઈચ્છો તો ત્રણ લોકો મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. તમે માત્ર 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો અને મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.

આ યોજનાની બીજી ખાસિયત એ છે કે 10 વર્ષથી વધુ ઉંમરનું બાળક પણ તેમાં રોકાણ કરી શકે છે. તેની પાકતી મુદત લગભગ 10 વર્ષ છે, પરંતુ જો જરૂર પડે તો, તમે 2 વર્ષ અને 6 મહિના પછી અકાળ ઉપાડ કરી શકો છો. નોમિની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી તમારા પરિવારને પણ તમારા રોકાણનો લાભ મળી શકે.

જો તમે 1 લાખ રૂપિયા કિસાન વિકાસ પત્રમાં લગાવો છો તો મેચ્યોરિટી પર તે રકમ આશરે 2 લાખ રૂપિયા થઈ જશે. આ રીતે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી તમને 10 લાખ રૂપિયા મળી શકે છે.

શું ટેક્સમાં છૂટ મળશે?
કિસાન વિકાસ પત્ર આવકવેરા વિભાગ એક્ટ 1961 હેઠળ આવે છે, તેથી તેમાં સેક્શન  80C હેઠળ ટેક્સ છૂટ મળી શકે છે. જો તમે 50000 રૂપિયાથી વધુનું રોકાણ કરો છો તો તમારે પાન કાર્ડની વિગત આપવી પડશે. ખાસ વાત છે કે આ સ્કીમને તમે ગિરવે રાખી લોન લઈ શકો છો.

કઈ રીતે ખરીદશો કિસાન વિકાસ પત્ર?
સૌથી પહેલા નજીકની પોસ્ટ ઓફિસ કે કોઈ સરકારી બેંકની શાખામાં જાવો. ત્યાંથી કિસાન વિકાસ પત્રનું અરજી ફોર્મ લો અને બધી માહિતી મેળવો.

પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી, સહી કે અંગુઠો લગાવી તમામ જરૂરી દસ્તાવેજ ફોર્મ સાથે જમા કરો. વધુ જાણકારી માટે તમે 1800 266 6868 હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો.

ICICI બેંક, HDFC બેંક અને IDBI બેંક જેવી કેટલીક બેંકો પણ KVP એકાઉન્ટ ઓનલાઈન ખોલવાની સુવિધા આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news